________________
૧૪૩
કોટ્ટાનું ધમતર ! એક દિવસ એ પવિત્ર સ્તંભ-તીર્થમાં એવી વાયકા ઊઠી કે, અલેક્ઝાંડ્રિયાનો સૂબો લુસિયસ ઑરેલિયસ કોટ્ટા પોતે આ ધામની મુલાકાતે આવે છે! - અને એ વાયકા સાચી ઠરી. બુઠ્ઠો કોટ્ટા નાઈલની નહેરો અને વહાણવટું તપાસવા નીકળ્યો હતો. આ નવા તીર્થધામની મુલાકાત લેવાનો ઘણા વખતથી તેને વિચાર હતો; એટલે એક સવારે વસ્તુતાએ જ નાઈલ નદી જહાજોના સઢોથી છવાઈ ગઈ. કોટ્ટા પોતાના મંત્રીઓ, વૈદ્યરાજ વગેરે રસાલા સાથે ત્યાં આવી પહોંચ્યો.
તે બહુ જિજ્ઞાસાવૃત્તિ ધરાવનારો માણસ હતો; તથા તે જે કંઈ જોતો-તપાસતો, તેને નોંધી લેતો. પોતાનો ઇતિહાસ-ગ્રંથ પૂરો કર્યા પછી, એક જુદા ગ્રંથ રૂપે આ બધું મૂકતા જવાનો તેનો વિચાર હતો. - પેફનુશિયસને જોતાં જ તે બોલી ઊઠયો – “વાહ, આ માણસ તો એક વખત મારો મહેમાન બન્યો હતો ! અરે હાં, ગયે જ વરસે મારી સાથે તેણે વાળુ કરી હતી અને પછી એક નટીને ઉપાડીને તે ચાલી નીકળ્યો હતો !”
તરત જ તેણે પોતાના મંત્રીને એ વાત નોંધી લેવા કહ્યું; તથા થાંભલાનું કદ વગેરે પણ માપી લેવા જણાવ્યું. પછી પોતાના કપાળ ઉપરનો પરસેવો લૂછતાં લૂછતાં તે બોલ્યો -
“આધારભૂત કહી શકાય તેવા માણસોએ મને જણાવ્યું છે કે, આ તપસ્વી એક વરસ પહેલાં આ થાંભલા ઉપર ચડ્યો છે, ત્યાર પછી એક ક્ષણવાર પણ પાછો નીચે ઊતર્યો નથી! તો શું એ વસ્તુ માનવ શરીરથી શક્ય છે ખરી, વૈદ્યરાજ?”
વૈદ્ય જવાબ આપ્યો –
“તન-મનથી સ્વસ્થ માણસ જે કદી ન કરી શકે, તેવું ગાંડો અથવા રોગી માણસ કરી શકે છે. રોગોને કારણે ઘણી વાર સાજા શરીરવાળા કરતાં કેટલાય ગણું વધુ જોર તન-મનમાં ઊભું થાય છે. અરે, કેટલાય રોગો વખતે તો મનની શક્તિઓ અસાધારણ વધી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org