________________
એકદંડિયો તપોનિવાસ
૧૩૯ અને જેમ જેમ મુલાકાતીઓની સંખ્યા સતત વધતી ચાલી તથા ઈજિપ્તનાં મોટાં મોટાં શહેરોમાંથી માણસો ત્યાં આવવા લાગ્યાં, તેમ તેમ કોઈ ધંધેદારી માણસને ત્યાં મુસાફરો, તેમના નોકરો અને તેમનાં જાનવરો માટે ભાડાના ઉતારા જેવી સગવડ કરવાનો વિચાર આવ્યો. પછી તો થોડા વખતમાં એ સ્તંભની સામે માછલાં, શાકભાજી, ફળ વગેરેની દુકાનો લાગી ગઈ. એક હજામ પણ ખુલ્લામાં લોકોની હજામત કરતો અને પોતાના ટોળટપ્પાથી સૌને હસાવતો.
અત્યાર સુધી નીરવતા અને શાંતિમાં ડૂબી રહેલું એ ખંડેરમંદિર હવે જુદાં જુદાં દૃશ્યોથી અને અવાજોથી ધમધમી ઊઠયું. વીશીવાળાઓએ ખંડેરનાં જમીન નીચેનાં ભયરાને દારૂના ભંડક બનાવી દીધાં. ઉપરના પ્રાચીન સ્તંભો ઉપર દારૂની જુદી જુદી બનાવટોનાં નામ લટકવા લાગ્યાં. જૂના કોતરકામવાળી ભીંતો ઉપર વેચાવા માટે ભડથાવેલાં પ્રાણીઓનાં શબ લટકાવવામાં આવ્યાં. પછી તો ધીમે ધીમે વિસ્તાર વધતાં, આસપાસના પડાવોમાં શેરીઓ અંકાઈ ગઈ, કામચલાઉ મઠો અને દેવળો બંધાયાં, તથા છ મહિનામાં તો ઘણું, અદાલત, કેદખાનું અને એક ઘરડા અંધ લહિયાની શાળા પણ ત્યાં ચાલુ થઈ ગયાં.
યાત્રાળુઓનો તો પાર ન રહ્યો. બિશપો અને બીજા ધર્માધિકારીઓ પણ પ્રશંસાભર્યા ત્યાં આવતા. ઍન્ટિયોકના ધર્માધ્યક્ષ તે અરસામાં ઇજિપ્તમાં પધારેલા હતા; તે પણ પોતાના બધા પાદરી-મંડળ સાથે ત્યાં આવી ગયા. તેમણે ઑફનુશિયસની અસાધારણ તપશ્ચર્યાને ખૂબ ખૂબ બિરદાવી; પરિણામે લિબિયન-અર્ચના બધા વડાઓ પણ તેમના અભિપ્રાયને જ અનુસર્યા. અને એ બાબતની જાણ થતાં ઍફેમ અને સેરાપિયોંના મહંતો પણ ત્યાં પાછા આવ્યા, અને પોતે પ્રથમ બતાવેલા વિરોધ બદલ ઑફનુશિયસનાં ચરણોમાં પસ્તાવો નિવેદિત કરી ગયા!
પણ ઍફનુશિયસ તો પોતાના અંતરમાં ધંધવાતી સ્ત્રીની કામનાથી ડરતાં ડરતો જવાબમાં વઘો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org