________________
૧૪૦
તપસ્યા અને નિગ્રહ બંધુઓ, હું જે તપશ્ચર્યા આદરી રહ્યો છું, તે મારામાં આવીને ભરાયેલી વાસનાઓને માટે ભાગ્યે પૂરતી હોય. બહારથી માણસ કેટલો નાનો દેખાય છે, પણ તેનું અંતર જોઈએ તો કેવું અફાટ છે! મારા અંતરમાં જે જોઉં છું, તેની સરખામણીમાં બહાર આ બધું દેખાતું વિરાટ વિશ્વ કંઈ વિસાતમાં નથી! મારા અંતરમાં અપવિત્ર વિચારોની આખો ભવસાગર જાણે ધૂઘવે છે!”
સાતમો મહિનો થયે તો અલેકઝાંડ્રિયાથી બે તવંગર વંધ્યા બાઈઓ, આ મહાતપસ્વીની કૃપાથી પોતાને સંતાન પ્રાપ્ત થાય તે અર્થે, ત્યાં આવી, અને પોતાનાં વાંઝિયાં શરીર એ સ્તંભ સાથે ઘસવા લાગી. પછી તો રોગીઓ અને દુ:ખીઓનો એક મહા-પ્રવાહ જ ત્યાં આવવો શરૂ થયો. લકવો, રક્તપિત્ત વગેરેથી અપંગ બનેલાં, કે બીજાં પણ અમળાયેલા-ચિમળાયેલા કે ફૂલી ગયેલા અવયવોવાળાં દુ:ખી માણસો ત્યાં ટોળે વળવા લાગ્યાં. કૅન્સરથી જેમનાં સ્તનો ખવાઈ ગયાં છે એવી સ્ત્રીઓ કપડે ઢંકાઈને ત્યાં આવતી અને પોતાના એ ભાગો તેની સમક્ષ ખુલ્લા કરતી. ઍફનુશિયસ એ સૌ ઉપર ક્રૂસ-મુદ્રા કરતો અને આશીર્વાદ આપતો. હાથીપગા હબસીઓ ત્યાં દદડતી આંખે આવતા અને તેની સામે બોલ્યા વગર આતુર નજરે ઊભા રહેતા. એક નાની છોકરીને માનામાં ત્યાં લાવવામાં આવી. લોહીની ખૂબ ઊલટીઓ થયા પછી તે ત્રણ દિવસથી ઊંઘમાં જ પડી ગઈ હતી. તેનાં માબાપ તેને મરી ગયેલી જ માનતાં હતાં; પણ તેનો શ્વાસ હજુ ચાલુ હતો. પૅફનુશિયસે પ્રભુની પ્રાર્થના કરી તેના તરફ હાથ ધર્યો કે તરત તેણે પોતાનું માથું ઊંચું કર્યું અને આંખો ઉઘાડી!
પછી તો તેણે કરેલા ચમત્કારોની વાતો ચોગરદમ એટલી વ્યાપી ગઈ કે, “ઈશ્વરી વળગાડ” કહેવાતા રોગના રોગીઓ પણ ત્યાં થોકબંધ આવવા લાગ્યા. તેઓ દૂરથી એ સ્તંભ જુએ કે પછી ધૂણવા માંડે, જમીન ઉપર આળોટવા લાગે, અને પછી અમળાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org