________________
સિદ્ધિનો વળગાડ લાવ્યો!
૧૨૯
આશ્વાસન આપવા માગો છો કે, મારી એ ભેટથી તમે ખરેખર પ્રસન્ન થયા છો. થાઈની મૂર્તિ પણ હવે કેવી નિર્મળ બની રહી છે! તેનું હાસ્ય હવે કાતિલ રહ્યું નથી; અને તેના સૌન્દર્યમાં રહેલો ઝેરી ડંખ મેં દૂર કરી નાખ્યો છે. તમારા પ્રસાદ તરીકે મેં તૈયાર કરેલી અને પવિત્ર બનાવેલી તેને તમે આમ અત્યારે મારી સમક્ષ હાજરાહજૂર કરી રહ્યા છો તે, કોઈ મિત્રને બીજા મિત્રે આપેલી ભેટનો સૌ આગળ દેખાડ કરી પોતે આનંદ પામે, એના જેવું છે. પ્રભુસિસ, મેં તેને સર્વતોભાવે તમને જ સમર્પણ કરી છે. હવે એ ભેટ તમે તમારી પાસે જ રાખો: તેનું સૌન્દર્ય હવે તમારા સિવાય બીજા કોઈને સુખપ્રદ ન થાઓ !”
ર
આખી રાત ઍક્નુશિયસને ઊંઘ ન આવી. અપ્સરા-ભવનમાં પોતે જોઈ હતી, તેના કરતાં વધુ સ્પષ્ટપણે થાઈ હવે એને દેખાતી હતી. પોતે એ સૌન્દર્યમૂતિની ભેટ ઈશ્વરને કરી છે, એવું આશ્વાસન વારંવાર પોતાના અંતરને અર્પવાનો પ્રયત્ન કર્યા કરવા છતાં, તેનું અંતર જરાય શાંતિ અનુભવતું નહોતું. તે નિસાસા નાખતો પોતાની જાતને વારંવાર પૂછવા લાગ્યો, “મને શી વાતનો આટલો બધો ઉંચાટ છે? મને આ શાનો અજંપો છે વારુ?”
ત્રીસ દિવસ સુધી તેને આવો અજંપો ચાલુ રહ્યો. બીજી બાજુ રાત અને દિવસ થાઈની મૂર્તિએ તેનો પીછો જ છોડયો નહિ. અલબત્ત, ઈશ્વર તરફથી એ દર્શન આવેલું માની, તેણે તેને નજર આગળથી દૂર ખસેડવા પ્રયત્ન પણ નહોતો કર્યો; ઉપરાંત, થાઈ વે એક સંત જ ગણાય, એટલે તેનું દર્શન બાધાકારક પણ શી રીતે મનાય?
પરંતુ એક રાતે પ્રાત:કાળ થવાના અરસામાં તેને એવું સ્વપ્ન આવ્યું કે, વાયોલેટ ફૂલોની વેણી તથા મુગટ ધારણ કરીને થાઈ મધુરતા અને મોહકતા રેલાવતી તેની સમક્ષ ઊભી છે, અને એવી કરુણતાથી પ્રેમયાચના કરે છે કે, તેનો અસ્વીકાર કરવો અશકય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org