________________
૧૨૨
તપસ્યા અને નિગ્રહ બંને મઠ પાસે પહોંચ્યાં. જુએ તો કેટલીક સ્ત્રીઓ રોટી પકાવતી હતી. કેટલીક શાક તૈયાર કરતી હતી; ઘણી ઊન કાંતતી હતી. તે સૌના મોં ઉપર ઈશ્વરના સ્મિતની પેઠે સ્વર્ગીય પ્રકાશ પ્રકાશી રહ્યો હતો.
કેટલીક સ્ત્રીઓ વળી વૃક્ષો નીચે ધ્યાન-ભજનમાં બેઠેલી હતી. જેઓ એમ ધ્યાનની અધિકારિણી હતી, તેમણે સફેદ વસ્ત્રો પહેર્યા હતાં. આ સાધ્વીઓ “મેરી'ના નામથી ઓળખાતી. જેઓ હાથ વડે કામકાજ કરતી હતી, તેઓનાં વસ્ત્રો ભૂરાં હતાં, અને તેઓ ‘માર્યા કહેવાતી.*
ઘણી મોટી ઉમરની, ઊંચી તથા સફેદ વસ્ત્રોવાળી એક વૃદ્ધ સાધ્વી દંડાને ટેકે ચાલતી ચાલતી, એક પછી એક કોટડીઓની મુલાકાત લેતી હતી. સૌની મોટી બહેન-બૌદ્ધ ભિખુણીઓની “ઍરા” સાધ્વી સમી, એ વૃદ્ધા મઠની અધિષ્ઠાત્રી આલ્બિના માતા પોતે હતી.
ઑફનુશિયસે તેની પાસે આદરપૂર્વક જઈ, નીચે નમી તેના બુરખાના છેડાને ચૂમીને કહ્યું –
“પૂજ્ય આલ્બિના, ઈશ્વર તમને શાંતિ બક્ષો! હું તમારા મધપૂડા માટે એક મધમાખ લાવ્યો છું. તે ફૂલ વગરના રસ્તા ઉપર ભૂલી ભટકતી હતી. તેને મારા પંજામાં ઊંચકી લઈને મેં મારા શ્વાસથી પુનરુજજીવિત કરી છે. હું તમને તેની સુપરત કરું છું.”
ત્યાં તો થાઈ પોતે, જતાંવેંત, સિઝરોની એ પુત્રી સમક્ષ ઘૂંટણિયે પડી ચૂકી હતી.
આલ્બિનાએ થાઈ ઉપર એક વેધક નજર નાખી; પછી તેને ઊભી થવાનું કહી, તેના કપાળ ઉપર મમતાભર્યું ચુંબન કર્યું. બાદ ઍફનુશિયસ તરફ ફરીને તેમણે કહ્યું –
* માર્થો અને મૅરી બે બહેન ઈશુ ખ્રિસ્તની સમકાલીન મિત્ર હતી. માર્થાને કામકાજને સેવાને શેખ હતો; મેરી ધ્યાન ચિંતન ને પ્રાર્થનાદિમાં વધારે રસવાળી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org