________________
મહાપ્રસ્થાન
૧૧૭ વિકરાળપણે આંખ ફાડીને પોતા તરફ જોતા પેફનુશિયસને સંબોધીને પછી નિસિયાસે કહ્યું, “વહાલા મિત્ર, તું એમ ન માનતો કે, હું તને છેક જ બુદ્ધિહીન કે તદ્દન વાહિયાત માણસ માનું છું. તારું જીવન અને મારું જીવન સરખાવીએ, તોપણ કયું વધારે પસંદ કરવા લાયક છે, એ કોણ કહી શકે વારુ? જેમ કે, અત્યારે હું જઈને મારે માટે તૈયાર કરવામાં આવેલા સુગંધી સ્નાનાગારમાં સ્નાન કરીશ; પછી ઉત્તમ વાનીઓનો નાસ્તો કરીશ; અને પછી કદાચ એકસો એકમી વખત કોઈ પુસ્તકના મનગમતા પ્રકરણનું પારાયણ કરીશ. તું પણ તારી - કોટડીમાં જઈ, પાલતુ ઊંટની પેઠે બેસી, કંઈ ને કંઈ મંત્ર કે સ્તોત્રનો હજારમી વાર જપ કે ઉચ્ચારણ કરીશ, અને પછી સાંજે તેલ વઘાર વગરનાં ગાજર ખાઈ લઈશ. આમ આપણા બેના વ્યવહારમાં ગમે તેટલો ભેદ દેખાતો હશે, છતાં માનવ કૃત્યો પાછળના એકમાત્ર પ્રયોજન સુખપ્રાપ્તિને જ આપણે બંને અનુસરતા હોઈશું. એ પ્રયોજનની સિદ્ધિ કેવી અશકય છે, એ આપણે બંને અનુભવે બરાબર જાણીએ છીએ. એટલે, હું તને તારી જીવનરીતિમાં ખોટો કહું કે તું મને ખોટો કહે, એનો કશો અર્થ નથી.
“અને વહાલી થાઈ, તું પણ ધન-વૈભવમાંથી અને ભોગવિલાસમાંથી જે સુખ તને ન મળ્યું, તે ભલે તપ-સંયમમાંથી મેળવવા પ્રયત્ન કરી જો અને સુખી થા. સરવાળે જોતાં, તું જ એક અદેખાઈ કરવા જેવું માણસ છે; કારણ કે, હું તથા પૅફશિયસ એક જ જાતના સુખ પાછળ જીવનભર દોડતા રહ્યા છીએ અને રહેવાના છીએ; ત્યારે તું વિવિધ પ્રકારનાં સુખો ચકાસી જોશે અને ભોગવશે. આ વસ્તુ જીવનમાં બહુ વિરલ હોય છે. હું તો એક કલાક માટે પણ મારા મિત્ર ઍફનુશિયસ જેવો સંત-તપસ્વી થવા ઇચ્છા ન કરું પણ હું તો એ જાતના જીવનમાં લાંબા વખત માટે– કદાચ કાયમ માટે જોડાવા જાય છે. ધન્ય છે! તારી પ્રકૃતિનાં ગૂઢ કારણો અને તારું નસીબ તને જ્યાં દોરી જાય ત્યાં તું સુખે જા! અને જ્યાં જાય ત્યાં તારી સાથે નિસિયાસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org