________________
મુલાકાત – ૨
૮૩ સંપત્તિને મારો અપરાધ ન ગણશો. હું સુંદર છું તથા અભિનયકુશળ છું. મારી પ્રકૃતિ જેમ મારે પસંદ કરવાની હોય નહીં, તેમ મારી આ પરિસ્થિતિ પણ છે; તે મેં પસંદ કરેલી નથી. હું અત્યારે જે કાંઈ કરું છું, તે માટે જ મને સર્જવામાં આવેલી છે. હું પુરુષોને કામ-ભોગ અર્પવા જ જન્મી છું. તમે પોતે જ હમણાં કહ્યું કે, તમે મને ચાહો છો! તો પછી તમારી પ્રેમપાત્ર એવી મારા ઉપર તમારું મંત્રબળ ન વાપરતા: મારું સૌંદર્ય નાશ પામે કે હું મીઠાની પૂતળી બની જાઉં, એવા જાદુઈ શબ્દો ન ઉચ્ચારતા. એમ કરી મને મારી ન નાંખશો! મને મરવાની બહુ જ બીક લાગે છે.”
ઍફનુશિયસે તેને ઊભી થવા નિશાની કરીને હવે કંઈક હળવા અવાજે કહ્યું –
ડરીશ નહિ, બાળા! તારે શરમિંદી થવું પડે કે તારી તિરસ્કાર થાય, એવો એક પણ શબ્દ હું ઉચ્ચારવાનો નથી. હું તો એવા ઈશ. ખ્રિસ્ત પ્રભુ તરફથી આવ્યો છું, જેણે સમરિયાની પનિહારીએ ધરેલા ઘડામાંથી પાણી પીધું હતું, તથા મેરી જેવી વેશ્યા પાસેથી સુગંધ-પૂજા ગ્રહણ કરી હતી. હું પોતે એવો નિષ્પાપ નથી કે જેથી પાપી ઉપર પહેલો પથ્થર* નાંખી શકું. ઈશ્વરે મારા ઉપર વરસાવેલી કૃપાનો મેં પોતે ઘણો દુરુપયોગ કર્યો છે. હું તારા ઉપર ગુસ્સો કરીને અહીં ચાલ્યો નથી આવ્યો, પણ તારા ઉપરની કરુણાનો પ્રેર્યો– તારા હિતની ભાવનાથી અહીં આવ્યો છું. એટલે જાણ કે, તારે માટેનાં મારાં પ્રેમનાં સંબોધનો સાચા અંતરનાં છે. હું જે આગમાં જળી રહ્યો છું, તે જુદી જાતની છે. તારી આંખો દૈહિક સ્કૂલ દૃશ્યો જોવાને જ ટેવાઈ છે; પરંતુ તે જો પદાર્થોનું આંતરિક ગૂઢ તત્વ જોઈ શકે, તો પરમાત્માએ
* એક વેશ્યા પર પથ્થરબાજી કરી પસ્તાળ પાડવા ભેગા થયેલા ટોળાને ઈશુ ખ્રિસ્તે, તે વેશ્યા પર કરણા કરતાં, એમ કહ્યું હતું કે, જે પોતે નિષ્પાપ હોય, તે પહેલો પથ્થર મારે. એ સાંભળી એકેએક જણે ત્યાંથી ચાલતી પકડેલી– એ વાતનો અહીં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org