________________
હેલનનો અવતાર!
૧૦૩ “જો બેટા, હમણાં જ તું નજરે જોઈને કહી શકશે કે, યુક્રાઇટિસ શરીરધારી હોવા છતાં મુક્ત હતો.”
આમ કહી, તેણે પોતાના જન્મામાંથી એક કટાર કાઢી. પછી તેણે સ્વગત કહ્યું – “ હે દેવો, તમે મારા અંતરમાં તમારી પ્રતિકૃતિઓ સ્થાપિત કરી હતી, તે મેં જરાય ભ્રષ્ટ કે કલંકિત થવા દીધી નથી. મેં તમારી આજ્ઞાઓ અનુસાર જ જીવન ગુજાર્યું છે; મારે હવે કશું સવિશેષ સિદ્ધ કરવાપણું રહેતું નથી –- હું પૂરતું જીવી ચૂક્યો છું. ભાઈ મુકાઇટિસ, હવે તું વૃક્ષ ઉપર પરિપક્વ થયેલા ફળની પેઠે દટાથી છૂટો પડી જા !” એમ કહી તેણે તરત તે કટાર પોતાના હૃદયમાં ખોસી દીધી.
જે કોઈ તેનાં આ અંતિમ વાક્યો સાંભળતા હતા, તે બધા તેનો હાથ પકડી લેવા એકદમ કૂઘા; પરંતુ પેલી કટારની પોલાદી અણી તેના હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ હતી: યુક્રાઇટિસ ઢળી પડ્યો અને ચિર વિશ્રાંતિમાં પોઢી ગયો!
હર્મોડોરસ અને નિસિયાસ તેના લોહી-નીંગળતા શરીરને એક કોચ ઉપર લઈ ગયા. જે કોઈ સ્ત્રીઓ એ જોવા જેટલી પાસે હતી કે હોશમાં હતી, તે તીણી ચીસો નાખવા લાગી; તે સાંભળી અર્ધઊંઘમાં કે નશામાં આળોટતા કેટલાય પુરુષો ભાંભરવા લાગ્યા.
કોટ્ટા ગાઢ ઊંઘમાં હતો, પણ તે જાગી ઊઠ્યો, અને મડદા પાસે આવી ઘા તપાસી પોકારી ઊઠયો –“દોડો, મારા હકીમને કોઈ બોલાવી લાવો!”
નિસિયાસે માથું ધુણાવીને કહ્યું –
“યુક્રાઇટિસ હવે નથી. બીજાઓ જેમ પ્રેમ કરવા ઇચ્છે, તે રીતે જ તેમણે મરવા ઇચ્છયું. આપણા બધાની જેમ જ તે પણ પોતાની અનિર્વચનીય ઇચ્છાને જ તાબે થયા છે. હવે તો તે દેવ જેવા જ બની ગયા છે,– કે જેમને કશી ઇચ્છા જ હોતી નથી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org