________________
૧૦૧
હેલનનો અવતાર! છાની હોઈ શકે નહિ. હું પોતે જ તને હેલનનો અત્યારનો અવતાર અબઘડી કહી બતાવું? તે આપણી વચ્ચે જ વિદ્યમાન છે, અને આપણ સૌને તેની સગી આંખો વડે તે સ્ત્રી નિહાળી રહી છે – જો, આ હું પોતે!”
એક સુંદરી બોલી ઊઠી –“વાહ વાહ! તો તો થાઈએ બધા ગીક વીરોને નજરે જોયા હશે! ટ્રોજન ઘોડો પણ તેણે જોયો હશે! તો વહાલી થાઈ, એ ઘોડો કેટલોક મોટો હતો, તે તો અમને કહી બતાવ!”
પણ હવે તો મંડળીના ઘણા સજજનો દારૂની અસર હેઠળ આવી, બેસી શકવાની કે ઊભા થવાની ધારણ ગુમાવી, ટેબલ નીચે કે ફરસ ઉપર આમથી તેમ ગબડવા લાગ્યા હતા. બુઠ્ઠો કોટ્ટા પણ પોતાની બેઠકમાં ઝોકાં ખાતો ખાતો ઊંઘવા લાગ્યો હતો. ડોરિયન હવે કંઈક લથડતી ચાલે થાઈ પાસે આવીને બોલવા લાગ્યો, “વહાલી, હું તને ચાહું છું; જોકે, મારા જેવાએ કોઈ સ્ત્રીને પ્રેમ કરવો, એ એક જ અઘટિત છે, એ હું જાણું છું.”
થાઈએ જવાબ આપ્યો–“મિત્ર, મેં પાણી સિવાય કાંઈ જ પીધું નથી; એટલે મારાથી તમારી પેઠે ઉન્મત્ત અવસ્થામાં પ્રેમની વાતો ઉચ્ચારી શકાય તેમ નથી.”
ડોરિયન હવે બીજી એક સુંદરીને કટાક્ષોના જવાબમાં તેના તરફ દોડી ગયો. તેની જગાએ હવે નોમિસ આવ્યો. તેણે તો તરત થાઈના મુખ ઉપર ચુંબન જ કરી દીધું.
થાઈ બોલી – “હું તમને વધુ સદાચારી માનતી હતી.”
ઝેનોથેમિસે જવાબ આપ્યો, “હું પૂર્ણ મનુષ્ય છું; અને પૂર્ણ મનુષ્ય નીતિના કોઈ પણ વિધિનિષેધથી પર હોય છે.”
પણ કોઈ સ્ત્રીની બગલમાં ભરાઈ જઈ તમારા આત્માને કલંકિત કરવાની બીક તમને લાગતી નથી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org