________________
અપ્સરા-ભવનનો દિવસ
૧૧૧ કામ કરી રહ્યો હતો. ત્રણ મજબૂત હબસીઓ હવે પેલી સ્નાનો
—ખ અપ્સરાઓનાં નગ્ન પૂતળાં ઊંચકી લાવ્યા. તેમાંના એક પૂતબાને તો કેટલાય મનુષ્યોએ જીવિત સ્ત્રીના જેવો પ્રેમ કર્યો હતો. હબસીઓએ જ્યારે એ પૂતળાં જોરથી ફરસ ઉપર પછાડીને તોડી નાખ્યાં, ત્યારે કયાંકથી જાણે એક ઊંડો ઊંહકારો ઊડ્યો હોય તેવું કશુંક આખા આંગણામાં સંભળાયું.
થાઈ હવે વાળ છૂટા મૂકી, ખુલ્લા પગે, પેલો લઘરવઘર ગંદો જાડો જન્મો શરીરે ઓઢી, ત્યાં આવી પહોંચી. તેની પાછળ પાછળ આવતા એક માળીના હાથમાં ઇરોસની* હાથીદાંતની મૂર્તિ હતી.
થાઈએ માળીને એ મૂર્તિ આગમાં પધરાવતો અચાનક રોક્યો અને પૅફશિયસ તરફ ફરીને કહ્યું, “પિતાજી, આ એક અત્તમ કળાકારીગરીની ચીજ છે, તથા તેના વજન કરતાં કેટલાય ગણા સોના જેટલી કીમતી છે. આજે હવે આખી દુનિયામાં આના જેવી સુંદર બીજી મૂર્તિ ઘડી શકે તેવી કોઈ શિલ્પી-કારીગર જીવંત નથી. એ પ્રેમનો દેવ છે, અને પ્રેમ એ તો સગુણ છે–પાપ નથી. જે કંઈ પાપ મેં આચર્યું છે, તે પ્રેમના કારણે નહિ, પણ તેના આદેશોથી વિપરીત આચરણ કરીને આચર્યું છે. ખરા પ્રેમને નામે આવતા પુરુષોને જ સ્વીકારવાનો સ્ત્રીઓને આદેશ છે; અને એ આદેશ સ્વીકારનારી સ્ત્રીઓ કદી વિપથગામી નથી બનતી. પોતાની યાદગીરી રહે એ માટે તે મૂર્તિ નિસિયાસે મને આપી હતી. આ હોળીમાં ઘણી ધનસંપત્તિ હોમી દેવામાં આવી છે; તો આ એકલી મૂર્તિને બચાવી લો; તથા તેને કોઈ મઠમાં મુકાવો. તેને જેનાર સૌ કોઈનાં હૃદય ઈશ્વર તરફ જ વળશે; કારણ કે, પ્રેમ હમેશ સ્વર્ગીય ભાવો તરફ જ દોરી જાય છે.”
* ગ્રીક દેવદેવીપુરાણોમાં કહેલી પ્રેમ-સૌંદર્યની દેવી વિનસનો પુત્ર– કામદેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org