________________
તપસ્યા અને નિગ્રહ
એદાસોમાં કેટલાક ખ્રિસ્તી હતા; તેઓ તો તરત એ હુકમનો ભાવ સમજી ગયા અને લક્કડ તથા સળગતી મશાલો લાવવા અંદર દોડી ગયા. બાકીના ગુલામો દરિદ્રતાથી રિબાઈને, અસૂયાપૂર્વક ધનસંપત્તિને ધિક્કારતા થઈ ગયા હતા; તેઓ પણ હવે એ બધીનો નાશ કરવાના રસે ચડીને દોડી ગયા.
૧૧૦
ગુલામેાએ હુકમ પ્રમાણે લક્કડ લાવી લાવીને ઢગલો કરવા માંડયો. તે દરમ્યાન પૅનુશિયસે થાઈને કહ્યું, “પહેલાં તો મને, અલેક્ઝાન્ડ્રિયાના કોઈ દેવળના ભંડારીને બોલાવી, આ બધી વસ્તુઓ, ગરીબોને તથા વિધવાઓ વગેરેને વહેચી દેવા કાઢી આપવાનો વિચાર આવ્યો હતો. પણ તારા નિરંતરના વ્યભિચારથી આ બધી વસ્તુઓ એટલી બધી અપવિત્ર થઈ ગયેલી છે કે, એ વસ્તુઓ ગરીબગુરબાંને આપવી એ પણ તેમની અધોગતિના જ કારણરૂપ બની રહે. એટલે, દરિયાનાં મોજાં જેટલી અસંખ્ય કામચેષ્ટાઓની સાક્ષી બનેલી આ ચીજો બળબળતી જવાળાઓનું અગ્નિ-ચુંબન પામી ભસ્મીભૂત થાય, એ જ વધુ યોગ્ય છે. તું પણ હવે ઝટપટ મકાનમાં જઈ, ફરસબંધી ઘસતી વેળા તારી ગુલામડીઓ જે જભ્ભો પહેરે છે, તે જલ્મો કોઈની પાસેથી માગી લાવ; અને તારા આ શરમભરેલા જરકસી જામા ઉતારી નાખ!”
થાઈ તરત એ આજ્ઞાનું પાલન કરવા ઘરમાં ગઈ.
થોડી વારમાં આંગણામાંથી ધુમાડાનો એક મોટો ગોટો આકાશ તરફ થાંભલાની પેઠે ઊંચો વધવા લાગ્યો. પછી ધૂંધવાઈ રહેલી જ્વાળાઓ અચાનક એ ઢગલામાંથી ઘુઘવાટ કરતી ફાટી નીકળી. ગુલામો નાચતા-કૂદતા અને ગાતા ગાતા કીમતી ગાલીચાઓ, બેઠકો, મેજા, જરી ભરેલાં વસ્રો, પડદાઓ વગેરે બધું ખેંચી-તોડીને લાવવા લાગ્યા અને એ હોળીમાં હોમવા લાગ્યા. કોચ-સોફા, પાંગો વગેરે મોટી ભારે ચીજો ઊંચકી લાવવા જતાં તે બિચારા તેમના બેજ તળે દબાઈ જતા હતા. પણ અત્યારે તેમનામાં કોઈ રાક્ષસી જુસ્સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org