________________
અપ્સરા-ભવનનો ધ્વંસ
૧૧૩
પોતાના માલસામાનની હોળી કરીને, સાધ્વી થઈ, મઠમાં જોડાવા ચાલી જાય છે.
દુકાનદારો અંદર અંદર વાતો કરવા લાગ્યા, “થાઈ આ શહેર છોડી જાય છે, પછી આપણા ધંધાનું શું થશે? આપણી કીમતી ચીજો કોણ ખરીદશે ? આપણાં બૈરાંછોકરાંનું શું થશે? આ શહેરમાં કાયદો કે ન્યાયાધીશ જેવી ચીજ છે કે નહિ? આ ગાંડા મહંતને આપણા બધાના પેટ ઉપર પાટુ મારતો રોકવો જોઈએ, અને થાઈને આ શહેરમાં જ રહેવા ફરજ પાડવી જોઈએ.”
*
જુવાનિયાઓ આપસઆપસમાં ચિંતા કરવા લાગ્યા, “થાઈ જો પેાતાના નાટ્ય અને પ્રેમ સાથે ચાલી જશે, તો પછી આપણને આનંદ કરવા જેવું આ શહેરમાં શું બાકી રહેશે? આપણો બધો પ્રેમોલ્લાસ એને નિમિત્તે જ પ્રવર્તતો હતો. જેઓ કદી થાઈને પ્રાપ્ત કરી શકતા નહોતા, તેઓ પણ બીજી સ્રીઓ પ્રત્યે જે પ્રેમ કરતાં, તે થાઈને મનમાં રાખીને કરતા; જેથી તેના પ્રેમનો આભાસ માણી શકાય. તેવી થાઈ જે આપણી વચ્ચે ન હોય, તો પછી સ્ત્રીમાત્ર પ્રત્યે પ્રેમ કરવા જેવું જ શું રહેશે? પ્રેમની વિલાસ-કલાનું શું થશે?'
એ બધામાંનો એક જુવાનિયો થાઈની યારી પામ્યો હતો. તેણે કેટલાક સાથે સંતલસ કરીને સૂચવ્યું, “ચાલો આપણે બધા મળી થાઈનું જ અપહરણ કરી જઈએ!”
ઈશુ ખ્રિસ્તના નામ ઉપર તો ગાળો જ વરસી રહી; કારણ કે, તેમને નામે એક ગાંડો સાધુ થાઈને ઉપાડી જતો હતો!
ખાસ કરીને કંગાળ-દરિદ્રોના કલ્પાંતનો પાર ન રહ્યો. થાઈનું ભોજન પીરસેલું ટેબલ છેવટે જ્યારે સાફ કરાતું, ત્યારે વધેલી અને વાળી કાઢેલી ભોજનસામગ્રીથી બસો કંગાળોનાં પેટ ભરાતાં, એમ કહેવાતું. ઉપરાંત, થાઈનો સહવાસ કરીને ઘેર પાછા ફરતા પ્રેમીજનો તે સુખના તાનમાં આવી જઈ, ભિખારીઓમાં છૂટે હાથે દાનમાં પૈસા વેરતા જતા.
તા.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org