________________
૧૦૮
તપસ્યા અને નિગ્રહ બધી ચીજોનો આંગણા વચ્ચે ઢગલો કરાવ; એટલે આપણે એ બધા નાપાક પદાર્થોને હમેશને માટે ભસ્મસાત્ કરી દઈએ.”
થાઈ તરત સંમત થઈ ગઈ. તેણે કહ્યું – “તમને જે યોગ્ય લાગે તે કરો, પિતાજી! હું પણ જાણું છું કે, એ બધા પદાર્થોમાં સત્ત્વનો વસવાટ હોય છે. રાતે એ બધા પદાર્થો નિયત સમયે, ખખડાટ કરીને કે સંકેત તરીકે ચમકારા કરીને, વાતો પણ કરતા હોય છે. અરે, અપ્સરા-મંડપના આંગણામાં નાહવા માટે વસ્ત્રરહિત બનેલી મૂર્તિ છે, તે તમે જોઈ છે? એક દિવસ મેં મારી સગી આંખોએ તેને જીવતા માણસની પેઠે માથું ફેરવીને નજર કરતી જોઈ હતી ! મને ખૂબ ડર લાગવાથી નિસિયાસને મેં એ વાત કરી, ત્યારે તેણે તો એ વાત હસી કાઢી હતી. પરંતુ એ મૂર્તિમાં જરૂર જાદુઈ શક્તિ છે; કારણ કે, એક ડાલમેશિયન કૂતરામાં એ મૂર્તિએ એવી તો કામના પ્રગટાવી હતી કે ન પૂછો વાત. ખરે જ, અત્યાર સુધી હું આ બધી મલિન સત્ત્વોવાળી વસ્તુઓથી ઘેરાયેલી જ જીવી રહી હતી, અને મારી જિંદગી ભારે જોખમમાં હતી. એક કાંસાની મૂર્તિ તો એવી ચમત્કારી છે કે, એને ભેટી ભેટીને જ કેટલાય જુવાનો શ્વાસ રૂંધાઈ જતાં મરી ગયા છે. જોકે, એ બધામાં કેટલીક ચીજો એવી કીમતી છે તથા સુંદર છે કે, તે બધીનો નાશ થાય એ મને ન ગમે; પરંતુ, તમે પિતાજી, જે કંઈ જરૂરી માનતા હો, તે બધું અવશ્ય કરો જ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org