________________
૧૦૯
તપસ્યા અને નિગ્રહ
“તને શોધવા જે પધાર્યા છે, તેમની પાછળ પાછળ જ તારે જવાનું છે. તે તને તારી અત્યારની જિદગીથી છોડાવશે: દ્રાક્ષ ભેગી કરનારો જેમ વેલા ઉપર જ કહોવાઈ જનારી લૂમોને ઉતારી લઈ, પોતાની કારીગરીથી તેનું ખુશબોદાર મદ્ય બનાવી દે છે તેમ! જો સાંભળ: અલેકઝાન્ડ્રિયાથી બારેક કલાકના ફાસલો ઉપર, પશ્ચિમ તરફ, સમુદ્રકિનારા નજીક એક સાધ્વી-મઠ છે. તેના વિધિ-નિયમો એવા ડહાપણભર્યા છે કે, તેમને કવિતામાં ઉતારી વાદ્યો સાથે તેમનું કીર્તન કરવું જોઈએ. ત્યાંના નિયમો પ્રમાણે સાધક-જીવન ગાળનારી , બધી સાધ્વીઓના પગ પૃથ્વી ઉપર હોય છે, પણ મોં સ્વર્ગ તરફ હોય છે. ઈશુ ખ્રિસ્ત તેમને પ્રેમ કરે તે માટે જીવનમાં તેઓ ગરીબ રહેવાનું પસંદ કરે છે. માળી બનીને તે ખુલ્લા પગે અને ખુલ્લા હાથે આવે ત્યારે તેમના ઉપર નજર નાખે, તે માટે તેઓ હંમેશ લજજાશીલ રહે છે. હું તને આજે જ તે મઠમાં લઈ જઈશ. તેઓ તને પોતાની ભગિની તરીકે સ્વીકારવા ઉત્સુકપણે રાહ જોઈ રહી છે. મઠમાં પેસતાં ઉમરા ઉપર જ તેમની અધ્યક્ષા આલ્બિના-માતા તને શાંતિનું ચુંબન કરશે અને કહેશે, ‘મારી સુપુત્રી! તું ભલે આવી!”
થાઈ આશ્ચર્યથી એક ચીસ પાડીને બોલી ઊઠી, “આલ્બિના! સિઝર બાદશાહોની વંશજ! મહાન શહેનશાહ કૅરસની પ્રપૌત્રી?”
“તે પોતે જ! આબિના, કે જે રાજવંશી પોશાક પહેરવા સરજાઈ હતી, પણ જેણે સાધ્વીનાં વસ્ત્ર પરિધાન કર્યા છે; આખી પૃથ્વીના માલિકોની પુત્રી છતાં, જે ઈશુ ખ્રિસ્તના દાસી-પદે પહોંચી છે;તે તારી માતા બનશે.”
થાઈએ તરત ઊભી થઈને કહ્યું, “મને આલ્બિના માતાના મઠમાં અબઘડી લઈ જાઓ.”
અને પફનુશિયસે પોતાના વિજયની પરાકાષ્ઠા માણતાં કહ્યું, “જરૂર હું તને ત્યાં લઈ જઈશ. ત્યાં તને હું એક કોટડીમાં બંધ કરીશ, જેથી તું તારાં પાપોને રડી રડીને ધોઈ કાઢે. તારાં બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org