________________
તારે અહીં જ સબયા કરવું છે? ૧૦૫ અને તને તેમનો ગંધાતો પસીનો લગાડી જતાં હતાં. બીજા કેટલાક પોતે પોતાની ગુલામડીઓના પગ વચ્ચે દબાતા કે લાતો ખાતા પડ્યા હતા; તથા કેટલાક તો પોતાના ઓકાટથી ગંદી થયેલી શેતરંજીઓ ઉપર જ સ્ત્રીઓ ભેગા આળોટતા હતા! ચોપગાં જાનવરો! છેક છેવટે પેલા બુઢ્ઢા ગમારને, દારૂથી ભાન ભૂલી, પોતાનું લોહી રેડતો પણ તે જોયો. થાઈ! થાઈ! તું એ બધા ફિલસૂફ કહેવાતાઓની મૂર્ખાઈઓ યાદ લાવ અને વિચાર કર કે, તારે એમની સાથે ગાંડપણમાં જ સબડ્યા કરવું છે? એ બધાની વચ્ચે પેલી બે અદેખી અને ભ્રષ્ટ વિલાસિનીઓ કેવા બેશરમ ચાળા-ચસકા કર્યા કરતી હતી ! તેમની પેઠે તારે પણ આખી જિંદગી કામુક પુરુષોથી પીંખાતી રહીને જ પૂરી કરવી છે?” - થાઈનું અંતર પણ આગલી રાતની બધી વૃણાપાત્ર તથા બેવકૂફી ભરેલી ચેષ્ટાઓથી ત્રાસી ગયું હતું. તેણે નિસાસો નાખીને કહ્યું, “ધર્મપિતા! ખરેખર, આજે મને એ બધી બાબતોનો મરવા જેવો કંટાળો આવ્યો છે. મને વિશ્રાંતિ કયાં ક્યારે મળશે? મારો આખો ચહેરો સળગતો હોય એવું મને લાગે છે; મારું માથું તદ્દન ખાલી થઈ ગયું છે; અને મારા હાથ તો એટલા બધા નબળા પડી ગયા છે કે, અત્યારે મારા હાથમાં સુખ આવી પડે તોપણ તેને પકડી લેવાની તાકાત મારામાં રહી નથી.” પંફનુશિયસ તેના પ્રત્યે પ્રેમભરી કરુણાથી જોઈ રહ્યો.
ધીરજ ધર! સાંસતી થા! જો, તારા બગીચામાંથી અને પાણી ઉપરથી ઊઠી રહેલા પવિત્ર ધવલ ઝાકળની પેઠે, તારી વિશ્રાંતિની ઘડી પણ ઊંચે આવી રહી છે!”
બંને જણ હજુ થાઈના મકાનની નજીક જ હતાં; સામે રસ્તાનો ખુલ્લો ચોક હતો. તેમાંનાં પૂતળાં આગળની અર્ધચંદ્રાકાર બેઠકોમાંની એક ઉપર થાઈ બેસી ગઈ. પછી પેફનુશિયસ તરફ ઈંતેજારીભરી નજર નાખીને તેણે પૂછ્યું, “મારે હવે શું કરવાનું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org