________________
હેલનનો અવતાર! સૌએ તેની માન્યતા મુજબની એ કથા તેની પાસેથી સાંભળવા આગ્રહ રાખ્યો. પણ તે એ કહેવાનું શરૂ કરે એ દરમ્યાન જ બાર જુવાન છોકરીઓ, માથા ઉપર દાડમ અને સફરજનના કરંડિયા લઈને, એક અદૃશ્ય બંસીના સૂર સાથે તેમના પગના તાલ મિલાવતી, મિજલસના ઓરડામાં દાખલ થઈ.
૧
હેલન નો અવતાર !
ઝેનોમિસે મહા-બલિદાનની કથાની પોતાની આવૃત્તિ કહી સંભળાવતાં કહ્યું, “ઈશ્વરની વિચારશક્તિ એટલે યુનોઇયા દેવી. તેણે સૃષ્ટિ રચ્યા બાદ તેની દેખભાળ કરવાનું કામ દેવદૂતોને સોંપ્યું. તેઓએ, સૃષ્ટિના શાસકો બનવા છતાં, એ હોદ્દાને લાયક અલિપ્તતા દાખવી નહિ: સુંદર માનવ સ્ત્રીઓને જોઈને, જ્યારે તેઓ પાણી ભરવા કૂવાઓ આગળ આવી હોય ત્યારે, એ દેવદૂતો તેમની સાથે હળતા મળતા; અને એમાંથી અન્યાય અને ક્રૂરતાથી આખી પૃથ્વીને છાઈ દેનારી ઉછાંછળી પ્રજા પેદા થઈ.
“એ જોઈ યુનોઇયાને ખરેખર ભારે ખેદ થયો. તેણે નિસાસો નાખીને વિચાર્યું – “આ મેં શું કર્યું? મારાં બિચારાં સંતાનો મારા વાંકે આમ દુ:ખશોકમાં મગ્ન થઈ ગયાં છે; એટલે મારે જ તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ઈશ્વર તો મારી મારફતે જ વિચાર કરી શકતા હોઈ, પોતે જાતે આ સંતાનોને તેમને મૂળ શુદ્ધ સ્વરૂપે પાછા સ્થાપી શકે તેમ નથી. હવે તો જે થઈ ગયું તે થઈ ગયું; આ જગત હવે હંમેશ માટે આવું અપૂર્ણ જ રહેવાનું. પણ મારાથી મારા સંતાનોને એમ પડતાં મુકાય નહિ: હું જો તેમને મારા જેવાં સુવા ન કરી શકું, તો હું મારી ગતિને તેમના જેવી ફુલ તો કરી જ શકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org