________________
૯૮
તપસ્યા અને નિગ્રહ તે આદિ-યુક્ત છે. તેને પેદા કરવામાં આવ્યો તે પહેલાં તે સત્ હતો એવું તો શાપિત અને જક્કી ગધેડા જેવા ઍથનેશિયસે પ્રવર્તાવેલા સંપ્રદાયના વાડાનાં ખચ્ચરો જ માને છે, – અમે નહિ.”
આ શબ્દો સાંભળતાં જ ઑફનુશિયસે, ભય અને ત્રાસથી ધોળા પૂણી જેવા બની જઈ, તોબા કરવા ક્રૂસની મુદ્રા કરીને, આ શબ્દો સાંભળવારૂપ મહાપાપનું પ્રાયશ્ચિત્ત કરી લીધું.
માર્કસે આગળ ચલાવ્યું-“પરમાત્મા તો કશો પરિશ્રમ કરતા જ નથી; પરંતુ તેમનો પુત્ર ઈશુ ખ્રિસ્ત, સૃષ્ટિનું સર્જન કર્યા પછી, તેની ઊણપો સુધારવા, પાછળથી આ જગતમાં આવ્યો હતો. તે પૂર્ણ ન હોવાથી તેનું સર્જન જે આ સૃષ્ટિ, તે પણ અપૂર્ણ હતી– તેમાં સારા જોડે નઠારું પણ અવશ્યપણે ભળેલું હતું.”
નિસિયાસે તરત પૂછયું, “પણ વસ્તુતાએ “સારું' શાને કહેવું અને “નઠારું' શાને કહેવું, એ નક્કી કરવા માટે કશો જ ગજ કે કાંટો ક્યાં છે?”
ઝેનોમિસે જવાબ આપ્યો, “હું સારા-નરસાના ભેદની વાતવિકતામાં માનું છું. જોકે, મારી એવી દૃઢ માન્યતા છે કે, ગમે તેવું અનિષ્ટ હોય, છતાં તેની અંદર પણ અનિષ્ટની પાર લઈ જનારો શુભ અંશ રહેલો હોય છે. ઈશુના ફૂટી ગયેલા શિષ્ય જુડાસે, ઈશુને પકડવા આવેલા દુશ્મનો ઓળખી શકે તે માટે, તેમને ચુંબન કર્યું હતું. એ ચુંબનને દગાબાજીનું અધમ કૃત્ય બધા ગણે છે. પરંતુ એ ચુંબને જ માનવ જાતના ઉદ્ધારના માર્ગને ખુલ્લો કર્યો: ઈશુ ખ્રિસ્તને ક્રૂ સ ઉપર ચડાવવામાં આવ્યા, તેથી જ માનવજાતનાં પાપોનું એક ભવ્ય પ્રાયશ્ચિત્ત શક્ય બન્યું. જોકે, ખ્રિસ્તીઓની એ કથાને મેં અહીં ટાંકી, તે તો કેવળ એક પ્રચલિત વાતને દૃષ્ટાંત તરીકે રજૂ કરવા માટે જ. બાકી, માનવ જાતના ઉદ્ધાર માટે ગુજરેલી મહા-બલિદાનની એ કથા, મારી માન્યતા પ્રમાણે, જુદી જ છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org