________________
તપસ્યા અને નિગ્રહ પોતાની ઉપર પોતાનું રાજ્ય” એવો કરાય કે કેમ. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, તેમ તેમ મને લાગતું જાય છે કે, મજબૂત સરકાર જ નાગરિકોને સાચું સ્વાતંત્ર્ય બક્ષી શકે. શાસક-સત્તા નબળી હોય છે, ત્યારે જ લોકો વધુમાં વધુ રિબાય છે– કચરાય છે. તેથી, કરીને, હું કહું છું કે, સમજદારીથી પોતાની પ્રજા ઉપર રાજ્ય ચલાવતા તાનાશાહોની પ્રજાઓ જ વધુ સુખી હોય.”
સેરાપિસ-મંદિરના મહંત હર્મોડોરસ હવે બોલી ઊઠ્યો–“લુસિયસ, મને તો એમ લાગે છે કે, “સારું રાજ્યતંત્ર’ જેવી કોઈ ચીજ જ સંભવતી નથી. જો હોત, તો સારા સારા ખ્યાલોથી સભર એવા ગ્રીકોએ તે શોધી જ કાઢી હોત. અત્યારે તો એટલું જ દેખાય છે કે, ચારે બાજુ અજ્ઞાની અને જંગલી પ્રજાઓ ખદબદી રહી છે; અને એવું સમજાય છે કે, તેઓ ગમે તેવા સારા રાજ્યતંત્રને, મરજીમાં આવે ત્યારે, નેસ્તનાબૂદ કરી નાંખશે!”
કોટ્રાએ જવાબ આપ્યો, “અલબત્ત, જંગલી લોકોના લોભને થોભ નથી; અને તેઓ હદ બહારના પરાક્રમી અને સાહસી પણ હોય છે. પરંતુ જો સુધરેલા લોક પાસે સારું નૌકાદળ, સારું ખુશ્કી દળ, અને ખૂબ પૈસા હોય તો—”
હડોરસ–આપણે આપણી જાતને છેતરવાની જરૂર નથી! આ મરવા પડેલ સામ્રાજ્ય એ જંગલીઓનો શિકાર-ભક્ષ્ય થઈ પડવાની તૈયારીમાં છે. ગ્રીકોની કુશળતા અને રોમનોના ખંતથી બાંધવામાં આવેલાં નગર-રાજ્યોને થોડા જ વખતમાં ઉન્મત્ત જંગલીઓ ખેદાનમેદાન કરી દેશે! પછી કળા કે ફિલસૂફી કે એવું કશું જગત ઉપર શોધ્યું નહિ જડે. મંદિરોમાંની દેવ-મૂર્તિઓને એ લોકો જેમ ગબડાવી પાડશે, તેમ જ મનુષ્યોનાં હૃદયોને પણ તેઓ ઠેકાણે નહિ રહેવા દે. જોજો કે, આપણું આ પ્રાચીન ઇજિપ્ત,–જે વિશ્વની સંસ્કૃતિનું પારણું બન્યું હતું, તે જ તેનું કબ્રસ્તાન બનશે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org