________________
મિજલસમાં હાજર રહેલા ફિલસૂફોમાંના ઝેનોથેમિસે હવે ખ્રિસ્તી સિદ્ધાંતોની પાછળ રહેલાં રૂપકોનો ઘટસ્ફોટ કરી મંડળીનું મનોરંજન કરવાનો આરંભ કર્યા.
તેણે કહ્યું, “યહૂદીઓનો પરમદેવ જેહોવા અજ્ઞાન અને વિકરાળતાનું પ્રતીક છે. તેણે આદમ અને ઇવને વિજ્ઞાન ને કળાથી વંચિત રાખવા પ્રયત્ન કર્યો હતો, જેથી તેમની ઉપર અને તેમની પ્રજા ઉપર પોતાનાથી નિરાંતે શાસન ચલાવી શકાય! પરંતુ જ્ઞાનવૃક્ષને વીંટાઈને રહેલા પ્રેમ અને પ્રકાશના સત્ત્વ એવા નાગે પેલાં બે ઉપર દયા લાવી તેમને જ્ઞાન-વિજ્ઞાન ઉપદેશવા માંડયું. પણ આદમ પુરુષ હોઈ બડફો હતો, એટલે તે કશું સમજ્યો નહીં. પરિણામે, નાગે છેવટે માત્ર ઈવને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી સંતોષ માન્યો.”
૨૦
જ્ઞાનવૃક્ષનાં ફળ
''
ડોરિયન વચ્ચે જ બોલી ઊઠયો, “ઝેનોથેમિસ, તમારો નાગ જ જ્ઞાન કે ડહાપણ રહિત બડફો હોય, એમ હું માનું છું. નહિ તો પોતાનું જ્ઞાન-વિજ્ઞાન એક સ્ત્રીના નાનાશીક તુચ્છ માથામાં નાંખવા તે પ્રયત્ન કરે ખરો? એટલે એ નાગ પણ, જેહોવાની પેઠે અજ્ઞાની તેમ જ જૂઠો હોઈ, આદમને વધુ બુદ્ધિમાન કે વિચારવંત જોઈને, તેને પડતો મૂકી, જલદી છેતરી-ભોળવી શકાય તેવી અલ્પ પ્રજ્ઞાવાળી સ્ત્રીને પોતાની જાળમાં સપડાવવા દોડયો હશે!”
પ્રત્યક્ષ
ઝેનોથેમિસેડોરિયનને પડકારતાં કહ્યું, ‘“ઊંચાં પરમ સત્યો કદી જ્ઞાન કે બુદ્ધિથી પકડી શકાતાં જ નથી; એ સત્યો તો
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org