________________
૯૨
તપસ્યા અને નિગ્રહ
જ માછલીનો મેટા કાંટો ગળી જતી હું રહી ગઈ! કેવો લાંબો તીણો ધારદાર હતો એ! વખતસર મે તેને મારા ગળામાંથી બહાર ખેંચી લીધો; નહીં તો કયારની હું મરી ગઈ હોત. જરૂર દેવો મને ચાહે છે: હું તેઓને પ્રિય છું, એટલે જ જીવતી રહી!”
નિસિયાસે હસતાં હસતાં પૂછ્યું—“પ્રિયદર્શને, તમે એમ કહ્યું કે, દેવો તમને ચાહે છે, ખરું? તો તો પછી દેવોય માણસો જેવા અપૂર્ણ કહેવાય. કારણ કે, જે કોઈ પ્રેમ કરે, તે દુ:ખી જ હોય; અને દુ:ખી હોવું એ પૂર્ણતા કહેવાય ! ’’
પેલી આ સાંભળી એકદમ ગુસ્સે થઈ ગઈ. તે બોલી—“નિસિયાસ, તમારું બોલવું છેક જ મૂર્ખાઈભર્યું છે અને પ્રસ્તુત તો નથી જ. સામાની વાત સમજ્યા વિના ઝટ જવાબમાં યદ્રાતદ્ના ભડભડી કે ભરડી નાંખવું, એ તમારી પ્રકૃતિ જ છે!”
નિસિયાસે ફરી હસીને કહ્યું “ બોલ્યે જાઓ, બોલ્યે જાઓ, પ્રિયતમે! તમે જ્યારે કોઈ પણ બહાને માં ઉઘાડો છો, ત્યારે અમો સૌને આનંદ થાય છે! — તમારા દાંત એટલા બધા સુંદર છે!”
૩
એટલામાં ગંભીર દેખાવના એક વૃદ્ધ પુરુષ, લઘરવઘર કપડાં પહેરી,એ કમરામાં દાખલ થયા.કોટ્ટાએ તેમને પોતાની પાસે બોલાવીને બેસાડયા અને કહ્યું, “બોલો યુક્રાઇટિસ, આ મહિને ફિલસૂફીનો નવો ગ્રંથ તમે લખ્યો કે નહીં? મારી ગણતરી બરાબર હોય તો, નાઈલ નદીના બરૂના કિત્તાથી તમે લખેલો એ બાણુંમો ગ્રંથ થાય !”
ડોરિયન બોલી ઊઠયો, “આપણી વચ્ચે યુક્રાઇટિસ એક વીતી ગયેલા જમાનાના અવશેષ છે– છેલ્લા સ્ટોઇક* ફિલસૂફ છે. લોકોથી
*ગ્રીક ફિલસૂફ (ઈ. સ. પૂ. ૨૬૧) ઝેનોએ પ્રવર્તાવેલો માર્ગ. સ્ટોઇક ફિલસૂફો, એપિક્યુરસના સુખવાદથી વિરુદ્ધ, સુખદુ:ખથી નિરપેક્ષ એવા નીતિયુક્ત, સંયમી, કઠોર, સદાચારી જીવનની ફિલસૂફી ઉપદેશતા અને તેના આગ્રહી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org