________________
મિજલસ
૯૩
તે છેક અળગા પડી ગયેલા છે; કારણ કે, તેમની વાતો હવે કોઈ સાંભળતું નથી!”
યુક્રાઇટિસે જવાબ આપ્યો, “તું ભૂલે છે, ડોરિયન; કઠોર નીતિધર્મ અને નિગ્રહની ફિલસૂફી મરી નથી ગઈ. અલેક્ઝાન્ડ્રિયામાં, રોમ અને કૉન્સ્ટેન્ટિનોપલમાં એના મારા અસંખ્ય અનુયાયીઓ છે. કેટલાક ગુલામો, અરે સિઝરના ભત્રીજા-ભાણાઓ પણ, હવે આત્મનિગ્રહ કરી, વાસનાઓથી નિર્મુક્ત-સ્વતંત્ર જીવન જીવતાં શીખ્યા છે. પરિણામે તેઓ અસીમ સુખનો અનુભવ કરે છે. મૂર્ખ લોકો જ પોતાના સુખને કાબૂ બહારની વસ્તુ બનવા દે છે. દેવો જે કંઈ ન ઇચ્છે, તે હું પણ નથી ઇચ્છતો; અને દેવો જે કંઈ ઇચ્છે, તે બધું જ હું ઇચ્છું છે. એ રીતે હું તેમની સમાન – સાચો સુખી બની રહું છું.'
>>
નિસિયાસે જવાબ આપ્યો, “માણસ જે પ્રયત્નપૂર્વક દેવ જેવો થવા પ્રયત્ન કરે, અને તેવા પ્રયત્નનું નામ જ જો નીતિધર્મ હોય, તો તો ફૂલીને બળદ જેવો મોટો થવા ઇચ્છનારો, પેલા ઇસબ ગુલામે કહેલી વાતનો દેડકો મોટામાં મોટો સ્ટોઇક ફિલસૂફ ગણાવો જોઈએ!”
યુક્રાઇટિસે જવાબ આપ્યો, ‘નિસિયાસ, તું મશ્કરી કરે છે તે હું જાણું છું. પરતુ જો શું કહે છે તે બળદિયો ખરેખર દેવ જ હોય, અને પેલો દેડકો જો ડહાપણભરી રીતે તેના સમાન થવા પ્રયત્ન કરીને એના જેવો બની રહે, તો એ નાના પ્રાણીને પેલા મોટા બળદ કરતાંય વધુ ધન્યવાદ ઘટે, એમ હું તો માનું.”
66
પણ એટલામાં નોકરોએ એક મોટું સિઝાવેલું ભૂંડ લાવીને ટેબલ ઉપર મૂકયું. તેની આસપાસ મીઠાઈનાં નાનાં નાનાં ભૂંડો પણ જાણે તેને ધાવવા પ્રયત્ન કરતાં હોય એમ ગોઠવ્યાં હતાં – એમ જણાવવા કે પેલું સિઝાવેલું પ્રાણી ભૂંડણ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org