________________
પૈફનુશિયસની આગળ ચાલતી થાઈ જ્યારે ગુફા મંડપ છોડી, મુખ્ય મકાનના મિજબાનીના ઓરડામાં દાખલ થઈ, ત્યારે મોટા ભાગના મહેમાનો આવી ગયા હતા અને પોતપોતાના કોચ ઉપર અઢેલીને નિરાંતે બેઠા હતા. વચ્ચે ચકચક થતાં સુવર્ણ-પાત્રોથી છવાયેલું, ઘોડાની ખરીના આકારનું વિશાળ ટેબલ હતું.
થાઈએ ઓરડામાં દેખા દીધી કે ચોતરફથી અભિનંદનનાં પ્રશંસાવાકયોનો વરસાદ વરસી રહ્યો.
થાઈ મુખ્ય મહેમાન કોટ્ટા પાસે જઈને બોલી –
“લુસિયસ, હું તમને રણપ્રદેશના એક તપસ્વી-જન પંફનુશિયસનું ઓળખાણ કરાવું,– આ ઍન્ટિનો-મઠના મહંત તેમની વાણી આગની પેઠે દઝાડનારી હોય છે!”
નૌ-સેનાધિપતિ લુસિયસ ઓરેલિયસ કોટ્ટા તે સાંભળતાંવેંત ઊભો થયો અને બોલ્યો –
“ભલે પધાર્યા પેફનુશિયસ! તમે ખ્રિસ્ત-ધર્મો છો, અને હવે શહેનશાહે માન્ય રાખેલા એ ધર્મ પ્રત્યે હું પણ થોડો ઘણો આદર ધરાવું છું. વસ્તુતાએ પણ, રોમના લેટિન ડહાપણ મુજબ, અમારે અમારા દેવમંડળમાં તમારા ઈશુ ખ્રિસ્તને સ્થાન આપવું જ જોઈએ; કારણ કે, અમારા પૂર્વજોનું શિક્ષાસૂત્ર હતું કે, દરેક દેવમાં કંઈક ને કંઈક દૈવત હોય છે જ. પરંતુ એ વાત હમણાં પડતી મૂકીએ. અત્યારે તો અવસર છે ત્યારે મદ્યપાન કરીએ અને મહેફિલની મજા કરી લઈએ, એટલે બસ!”
બુઢો કોટ્ટા આજે જ વહાણની એક નવી રચનાનો અભ્યાસ કરીને, તથા પોતે લખવા માંડેલા કાજિયનોના ઇતિહાસનું છઠ્ઠ પ્રકરણ પૂરું કરીને આવ્યો હતો, એટલે તેને દિવસનો સદુપયોગ કર્યો હોવાનો તથા દેવોને તૃપ્ત કર્યા હોવાનો આત્મસંતોષ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org