________________
તપસ્યા અને નિગ્રહ સંભળાવી શકે. એ ‘અપ્સરા-મંડપમાં હવે વહેતા પાણીના ખળખળ અવાજ સાથે ભળેલા થાઈના ઊંડા નિસાસા સિવાય બીજો કશો અવાજ સંભળાતો ન હતો. થાઈ આંસુ રોકવાનો પ્રયત્ન કર્યા વિના મોકળા મને રડ્યા કરતી હતી.
પણ એટલામાં મહેમાનોના સત્કાર અર્થે મુખ્ય મકાનમાં રજૂ થવા માટે થાઈની સજાવટ કરવા, બધી સાધન-સામગ્રી હાથમાં લઈ, બે ગુલામડીઓ ત્યાં આવી પહોંચી. તેમને જોઈ થાઈ બોલી ઊઠી –
“અરેરે, હું કસમયે રડી પડી! રડવાથી ચહેરો બગડી જાય છે. આજે મેં મુખ્ય મહેમાન તરીકે નૌ-સેનાધિપતિ કોટ્ટા, નિસિયાસ વગેરે કેટલાક ફિલસૂફો, કવિ કૅલિફ્રેટસ, વડા પુરોહિત, અશ્વવિદ્યા-નિષ્ણાત કેટલાક જુવાનિયા, અને કેટલીક સ્ત્રીઓ, કે જેમનું એકમાત્ર વિશેષ ઓળખાણ ‘તેઓ યુવતીઓ છે? એટલું જ કહીને આપી શકાય,એ બધાંને નોતર્યા છે. આ ગુલામડીઓ મને સજીને તૈયાર કરવા આવી છે. મારે આવી મંડળી ભેગી થઈ હોય ત્યારે સુંદર દેખાવું જ રહ્યું. પેલી આમંત્રિત સ્ત્રીઓ જરૂર મારા મોં ઉપર ચિંતાની રેખાઓ પારખી કાઢવાની, – આ બાબતમાં તેઓની નજર બહુ તીણી હોય છે!”
પેફનુશિયસને પ્રથમ તો થાઈને એ મિજલસમાં ન ભળવા આગ્રહ કરવાનો વિચાર આવ્યો; પણ એકદમ વધુ ખેંચવા જતાં બધું તૂટી જાય એ બીકે તેણે ડહાપણપૂર્વક એમ કરવાનું માંડી વાળ્યું, અને એટલું જ કહ્યું –“ભાઈ, હું કશું બોલ્યા વિના એ મિજબાની વખતે તારે પડખે જ ઊભીશ.” થાઈ એ સાંભળી ખડખડાટ હસી પડી અને બોલી,
થિબૈદના તપસ્વીને મારા પ્રેમીને સ્થાને જોઈને તેઓ કોણ જાણે શું શું કહેશે વારુ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org