________________
૧૮ હૃદયપલટે
થાઈ બોલતી હતી, તે દરમ્યાન ઑફનુશિયસનું પણ જાણે રૂપાંતર થઈ રહ્યું હતું. તેના મોં ઉપર દિવ્ય આનંદની આભા પ્રગટતી જતી હતી. તેણે કહ્યું –
થાઈ, સાંભળ! હું આ મકાનમાં દાખલ થયો ત્યારે એકલો ન હતો; બીજું પર્વ ન પણ મારી સાથે અંદર પ્રવેશ્ય હતું અને તે અત્યારે પણ મારે પડખે ઊભું છે. હું તેને જોઈ શકતી નથી, કારણ કે, તારાં ચા હજુ તેને જોઈ શકવાનાં અધિકારી નથી. પરંતુ થોડા વખતમાં જ તું તેને તેના પૂર્ણ પ્રતાપમાં જોઈ શકશે તથા બોલી ઊઠશે, ‘એ એક જ પૂજવા યોગ્ય છે!” તેને જો વખતસર મારી આંખો ઉપર પોતાનો હાથ દબાવી દીધો ન હોત, તો હું જ કદાચ તારી સાથે પાપમાં પડી જાત; કારણ કે, મારી પોતાની જાતથી તો હું નિર્બળ અને પાપી છું; પરંતુ તેણે પણ બંનેને બચાવી લીધાં છે. તે જેટલો સર્વશક્તિમાન છે, તેટલો જ કૃપાળુ છે અને તેથી જ તે જીવોનો ઉદ્ધારક” એવા નામે પૂજાય છે. તેણે આપણ સૌ પાપીઓના ઉદ્ધાર અથે ક્રૂસ ઉપર આત્મબલિદાન આપ્યું છે, અને શહીદોએ તેની સાખ પૂરી છે. તે સ્ત્રીજન, તને મૃત્યુનો ડર લાગે છે, એ જાણી, તને મરતી બચાવવા માટે, તે જ તારા ઘરમાં પધાર્યા છે. ‘ઈશુ ખ્રિસ્ત – પ્રભુ! તમે ખરેખર શું અહીં મારી સાથે હાજરાહજૂર નથી? તમારો અનુપમ ચહેરો મને પ્રત્યક્ષ દેખાય છે! તમારા ગાલ ઉપર થઈને આંસુનું જે ટીપું વહી રહ્યું છે, તે થાઈના જીવાત્માના છુટકારા માટે તમે ભરપાઈ કરેલી કિંમત છે! પ્રભુ, ઈશુ ખ્રિસ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org