________________
મુલાકાત
ચાહું છું. મારા અંતરમાં તારે માટે આધ્યાત્મિક પ્રેમ-કરુણા પ્રગટેલાં છે. હું તને આ જગતની ટૂંકી રાતના સ્વપ્ન જેવા ભૌગોની ઉન્મનતા કરતાં સ્વર્ગીય શાશ્વત આનંદ-ઉત્સવ અને મિજબાનીઓનો સ્વાદ ચખાડવા માગું છું. હું જે સુખમાં તને દોરી જવા માગું છું, તે કાયમી છે—તેનો કદી અંત જ નથી. એ સુખ અકલ્પ્ય છે ~ અવર્ણનીય છે. આ જગતના સુખીમાં સુખી ગણાતા લોકો પણ તે સુખની જો આછી આભા જોવા પામે, તો હર્ષના માર્યા પ્રાણ ત્યાગી દે!"
–
૧
Jain Education International
થાઈ હવે તોફાનના ભાવમાં આવી જઈ બોલી –
“મિત્ર, એ અદ્ભુત પ્રેમનો અનુભવ મને તરત કરાવો! એક ક્ષણ પણ મોડું ન કરો. તમે જે સુખની વાત કરો છો, તે સુખ ભોગવવાને હું અધીરી થઈ ગઈ છું. મને એવો ડર છે કે, હું એ સુખ ભોગવ્યા વિનાની કદાચ રહી જવાની છું, અને તમે આપેલી બધી ખાતરીઓ માત્ર ખાલી શબ્દો રૂપે હવામાં ઊડી જવાની છે! એવા મોટા સુખની લાલચ આપવી સહેલી છે, પણ એવું સુખ ખરેખર ભોગવાવવું અઘરું છે. દરેક જણમાં કોઈ ને કોઈ બાબતની કુશળતા હોય છે: તમારામાં લાંબી વાતો કરવાની કુશળતા હોય, એમ મને લાગે છે. તમે કોઈ અકલ્પ્ય પ્રેમની વાત કરી; પરંતુ પુરુષે પહેલવહેલો પ્રેમ કરીને કામચેષ્ટા કરી, તે વાતને એટલો બધો સમય થઈ ગયો છે કે, હવે એ વસ્તુની કોઈ વિગત ગૂઢ કે અજ્ઞાત રહી ગઈ હોય એમ માનવું અશકય છે. અને પ્રેમવાર્તા વિષે તમારા જેવા તપસ્વી-ફિલસૂફો કરતાં અમારા જેવાં પ્રેમીજતો વિશેષ જાણે !”
“થાઈ, તું આમ મજાક ન કરીશ. તેં કદી ન ભોગવેલો એવો પ્રેમ લઈને હું આવેલો છું.”
30
“મિત્ર, તમે બહુ મોડા પડયા. હું બધી જાતના પ્રેમનો સ્વાદ ચાખી ચૂકી છું.”
For Private & Personal Use Only
www.jainelibrary.org