________________
૮૦
તપસ્યા અને નિગ્રહ પણ જે પ્રેમ હું તારે માટે લાવ્યો છું, તે તો દિવ્ય યશ અને શ્રીથી સભર છે; જ્યારે તું જે પ્રેમ ભોગવી ચૂકી છે, તે તો નર્યો પ્રાકૃત – શરમિંદગી-ભર્યો છે.” - થાઈએ હવે ઑફનુશિયસ ઉપર ગુસ્સાભરી નજર નાંખી, તથા તેના મુખ ઉપર ઘુરકાટ છવાઈ ગયો. તે બોલી –
“અજાણ્યા પુરુષ, તમે તમારી મિજબાનને અપમાનિત કરવા જેટલી હદે જવાની હિંમત કરો છો! તમે મારા સામું જુઓ અને કહો જોઉં કે, હું શરમથી કચડાઈ ગયેલા પ્રાણી જેવી લાગું છું ખરી? ના, ના, હું જરા પણ શરમિંદી બની નથી; તેમ જ મારી પેઠે જેઓ ભોગવિલાસ માણે છે, તેઓ પણ જરાય શરમિંદાં બનતાં નથી,– અલબત્ત, તે બધાં મારા જેટલાં સુંદર કે તવંગર નહિ હોય, એ વાત જુદી. મેં મારે પગલે પગલે સુખ-ભોગ વેર્યા છે, અને મારો યશ આખા જગતમાં વ્યાપી રહ્યો છે. હું આખી પૃથ્વીના પ્રબળ માંધાતાઓ કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તે બધાને મેં મારાં ચરણોમાં આળોટતા જોયા છે. મારા સામી નજર કરો, મારા નાજુક પગ સામે જુઓ, – હજારો માણસો એ પગ ચૂમવાનું સુખ મેળવવા ખાતર પોતાના લોહીની કિંમત ચૂકવવા તૈયાર છે. હું કંઈ બહુ મોટી નથી, કે આ પૃથ્વી ઉપર બહુ જગા રોકતી નથી; મહામંદિરના શિખર ઉપરથી મને શેરીમાં ચાલતી કોઈ જુએ, તો હું ચોખાના દાણા જેટલી જ લાગું. પરંતુ ચોખાના એ દાણાએ તો પુરુષોમાં મહા-પાતાળ છલકાઈ જાય એટલાં દુ:ખ-શોક, હતાશા, વેર-ઝેર, અને ગુના-અપરાધ ઊભાં કર્યા છે. ચારે બાજુ લોકો મારાં યશોગાન ગાવામાંથી પરવારતા નથી! તે વખતે મને શરમિંદગીની વાત સંભળાવનાર તમે કોઈ ગાંડા જ માણસ લાગો છો!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org