________________
મુલાકાત - ૧
તે દિવસે રંગભૂમિ ઉપરથી પાછી આવીને બપોર બાદ થાઈ પોતાના એ કૂર્માસન પર આરામ કરતી અરીસામાં પોતાને જોતી હતી. અચાનક, પહેલી વાર પોતાના શરીર ઉપર કંઈક ક્ષીણતાનાં ચિહ્નો તેને જણાયાં. તેથી હવે ધીમે ધીમે સફેદ વાળ અને કરચલીઓ દેખા દેશે એ બીકે તે સારી પેઠે ચિંતામાં પડી ગઈ. કંઈક જંતરમંતરના પ્રયોગોથી પોતાની જુવાની પાછી મેળવી શકાશે અથવા કાયમ રાખી શકાશે, એવી આશાથી તે પોતાની જાતને આશ્વાસન આપવા લાગી; છતાં તેના અંતરમાંથી એક કઠોર ધમકીભર્યો અવાજ જાણે વારંવાર ઊઠયા કરતો હતો –“ભાઈ, તું ઘરડી થવાની જ છે; તું ઘરડી થવાની જ છે!”
ત્યાં તો, ઓચિંતો, તેણે એક અજાણ્યા માણસને પોતાની સમક્ષ આવી ઊભેલો જોયો. તે સુકલકડી હતો, તેની આંખો અંગારા જેવી બળબળતી હતી, તથા તેની દાઢી છેક રૂંછાં જેવી હતી;– પણે તેણે જરી ભરેલો કીમતી જમો પહેરેલો હતો. ભડકેલી થાઈના હાથમાંથી અરીસો એકદમ નીચે પડી ગયો અને ડરના માર્યા તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ.
ઍફનુશિયસ હાલ્યા ચાલ્યા વિના સ્થિર ઊભો રહ્યો. થાઈને આટલી બધી સૌંદર્યવાન જોઈને તે પોતાના અંતરમાં પ્રભુની પ્રાર્થના રટવા લાગી ગયો હતો –“હે પ્રભુ, આ સ્ત્રીનું મુખ મારા માટે પ્રલોભનરૂપ ન બની રહે, પરંતુ તારા આ દાસને હિતકર પુરવાર થાય, એમ
કરજે.”
પછી પરાણે પોતાના મનને ગોદાવીને એ થાઈને સંબોધીને બોલ્યો -
“ભાઈ, હું દૂર દેશથી આવું છું; તારા સૌંદર્યની ખ્યાતિ મને અહીં ખેંચી લાવી છે. એમ કહેવાય છે કે, તું જગતની સૌથી • કુશળ નટી છે, તથા તારાં મોહબાણ અમોઘ છે; તારી સંપત્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org