________________
તપસ્યા અને નિગ્રહ
તેનું ‘અપ્સરા-ભવન' તે જમાનાની એક અલૌકિક વસ્તુ જ હતી. તેની આસપાસના બગીચામાં ભારત અને ઈરાનથી મોટા ખર્ચે લાવેલાં વૃક્ષો હિલોળા ખાઈ રહ્યાં હતાં. તેમની વચ્ચે થઈને એક ઝરણું ખળ ખળ કરતું વહી રહ્યું હતું. એ બગીચામાં એક સરોવર પણ બનાવવામાં આવ્યું હતું. તેને કિનારે ઊભા કરેલા સ્તંભો અને કૃત્રિમ ખડકોનું ઉજ્જવળ પ્રતિબિંબ તેના પાણીમાં સતત લહર્યા કરવું.
૭૬
‘અપ્સરા-ભવન ’ના આંગણામાં ત્રણ અપ્સરાઓની આબેહૂબ મૂર્તિઓ હતી. અપ્સરાઓ જાણે સ્નાન કરવાની તૈયારી રૂપે પોતાનાં કપડાં ઉતારી રહી હોય, અને છતાં કોઈ જોતું હશે એવી બીકમાં મેમાં ફેરવી લેતી હોય, એવી મુદ્રામાં ઊભી હતી, અને છેક જ સજીવ જેવી દેખાતી હતી. તે આબેહૂબ મૂર્તિઓ ઉપરથી જ આ મકાનનું નામ ‘અપ્સરા-ભવન' પડયું હતું.
ભીંતો ઉપર રંગભૂમિનાં દૃશ્યોનાં રંગબેરંગી અદ્ભુત ચિત્રો હતાં; તથા દીવાનખાનું શોભાની વિધવિધ અને કીમતી વસ્તુઓથી ઊભરાતું હતું. ભોંયતળ ઉપર ઇસ્તંબૂલના સુંદર ગાલીચા બિછાવેલા હતા; અને તેમના ઉપરની ગાદીઓ ચીની કારીગરોએ તૈયાર કરેલી હતી. લીબિયાના સિંહોનાં ચામડાં ઠેર ઠેર સુંદર સમજાવટ સાથે બિછાવેલાં હતાં. અને શોભીતાં સુવર્ણપાત્રોમાં ફૂલ-છોડ લૂમી ઝઝૂમી રહ્યા
હતા.
એ ‘અપ્સરા-ભવન ’ને દૂરને છેડે ભૂખરા છાંયામાં ઉલટાવેલા ભારતીય કાચબાનું કોટલું હતું. તેના સોને મઢેલા નખ ઝળાંહળાં થયા કરતા. એના ઉપર થાઈની સુંદર બેઠક સજાવેલી હતી. પાણીના કલરવ અને પુષ્પોની સુગંધી વચ્ચે ત્યાં થાઈ જરા અઢેલીને બેસી મિત્રોને મુલાકાત આપતી, વાતચીત ચલાવતી, રાત્રિભોજનના સમયની રાહ જોતી, તથા અભિનય-કળા વિષે અથવા કોઈ કોઈ વાર વહી જતાં વર્ષો વિષે ચિંતન કરતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org