________________
અલેક્ઝાંડ્રિયામાં પુનરાગમન નિસિયસ તેને કહેતો –
“મારી પ્રિયતમા થાઈ, આપણે સફેદ વાળ અને ગોબાયેલા ગાલવાળાં થઈ, છેવટે કાયમી કાળ-રાત્રીમાં ગુમ થઈ જવાનાં હોઈએ તો પણ શું થઈ ગયું? કે આજનો આ ખુલ્લો હસતો દિવસ જ આપણો છેલ્લો દિવસ હોય, તો પણ શું થઈ ગયું? આપણે તો જીવનમાંથી ભોગ અને આનંદ જ નિચોવી લેવાં જોઈએ. આપણે જેટલો મહત્તર પ્રેમ માણ્યો હશે, તેના પ્રમાણમાં જ આપણા જીવનની મહત્તા પણ મપાશે.
આપણી ઇંદ્રિયોથી જેટલાનું આપણને જ્ઞાન થાય છે, તેટલું જ સાચું જ્ઞાન છે. આપણે ઇંદ્રિયોથી જે જાણી શકતા નથી, તે છે જ નહીં. તો પછી એવી અજ્ઞાત – મિથ્યા વસ્તુની ચિંતા કરવાની શી જરૂર? આપણે આ જગતને સદંતર ભૂલી જઈએ, ત્યારે જ સુખી થઈ શકીએ છીએ. તો આપણે જલદી જલદી આ જીવનને છેતરીને તેનો સુખરૂપી અર્ક નિચોવી લેવાય તેટલો નિચોવી લઈએ. કારણ કે, વહેલું મોડું એ જીવન આપણા ઉપર વેર લીધા વિના રહેવાનું નથી! માટે મારી વહાલૂડી, આવ, આપણે પ્રેમ કરવા માંડીએ!” થાઈ તેને ધક્કો મારી દૂર ખસેડી મૂકીને કહેતી –
પ્રેમ? તમે કદી કોઈને પ્રેમ કર્યો છે ખરો? હું પણ તમને જરાય પ્રેમ નથી કરતી. હું તમારા જેવા માણસોને ધિક્કારું છું. તમને લોકોને ભાવીની કશી અપેક્ષા પણ નથી, તેમ જ ડર પણ નથી. પણ મારે તો એ બધું અજ્ઞાત જ જાણવું છે! આ બધા ઇંદ્રિયગમ્ય પદાર્થોથી મને સંતોષ નથી!”
પછી તો, જીવનનું રહસ્ય સમજવા માટે તેણે ફિલસૂફીનાં પુસ્તકો વાંચવા માંડયાંપરંતુ તે તેને સમજાયાં નહિ. બાળપણનાં વર્ષો જેમ જેમ તેનાથી દૂર થતાં ગયાં, તેમ તેમ તે એ વર્ષોની વિગતોને પરાણે યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગી. તેને પોતાનાં ગુમાવેલાં - માત-પિતા યાદ આવવા લાગ્યાં, અને પોતે તેમને છેવટ સુધી ચાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org