________________
તપસ્યા અને નિગ્રહ
અહમસનાં સ્તોત્રોમાં ઘણી વાર કફન, કબર, અને કબર ઉપર બેઠેલા દેવદૂતોનો ઉલ્લેખ આવતો. થાઈ પૂછતી ~
<<
કાકા, તમે કબર ઉપર બેઠેલાઓ વિષે શું ગાયા કરો છો?” મારી આંખોના નાનકડા તારા, હું દેવદૂતો વિષે ગાઉં છું; કારણ કે, આપણા પ્રભુ જિસસ કબરમાંથી ઉત્થાન કરીને સ્વર્ગે પાછા ગયા છે.”
પદ
66
અહમસ ખ્રિસ્તી હતો. તેણે વિધિસર દીક્ષા લીધી હતી. ધર્મ-બંધુઓની ભજન-મંડળીમાં તે થિયોડોર નામે ઓળખાતો. રાતે ઊંઘવા માટે તેને જે સમય આપવામાં આવતો, તે દરમ્યાન તે પેલી ખ્રિસ્તી-મંડળીઓમાં છૂપી રીતે પહોંચી જતો.
૪
તે વખતે અલેક્ઝાન્ડ્રિયામાં ખ્રિસ્તી ધર્મીઓ ભારે કટોકટીની દશામાંથી પસાર થઈ રહ્યા હતા. બાદશાહના હુકમયી તેમનાં દેવળો તોડી પાડવામાં આવતાં હતાં, ધર્મપુસ્તકો બાળી નાંખવામાં આવતાં હતાં, અને પવિત્ર પાત્રો તથા દીવાદાનીઓ તોડીફોડી ગાળી નંખાતાં. એમ ખ્રિસ્તીઓની બધી પ્રતિષ્ઠા મૂળભેગી કરી દઈ, તેમને માટે મોત સિવાય કશું બાકી રહેવા દેવામાં આવ્યું નહોતું. અલેક્ઝાંઝ્ઝયાના આખા ખ્રિસ્તીસંઘ ઉપર ત્રાસ અને સિતમનું મોજું જ જાણે ફરી વળ્યું હતું; અને કેદખાનાં બંદીવાનોથી ઊભરાઈ રહ્યાં હતાં.
આથી ખ્રિસ્તી ધર્મસમાજમાં એવી છૂપી વાત ચાલતી કે, સીરિયા, અરેબિયા, મેસેપોટેમિયા,– એમ આખી શહેનશાહતમાં બિશપો અને કુમારિકાઓને ફટકારવામાં આવે છે, તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે; તથા કેટલાંયને ક્રૂસ ઉપર ચડાવી દેવામાં કે જંગલી જાનવરો પાસે ફડાવી ખવરાવવામાં આવ્યાં છે. એ અરસામાં, ઇજિપ્તના બધા ખ્રિસ્તી-વિશ્વાસીઓના નાયક સંત ઍન્થની ડગ કાછાના ખડક હોય તેમ તે
Jain Education International
હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org