________________
પૂર્ણકથા – ૧
પ
મોડી રાતે થાઈ દારૂડિયાઓની તકરારથી અને બૂમાબૂમથી ઝબકીને જાગી ઊઠતી. ખલાસીઓ ચારે તરફ જે હાથમાં આવે તે છૂટું ફેંકી મારામારી મચાવતા હોય, અને રોજ કેટલાંય માથાં ફૂટતાં હોય. કેટલીક વાર દીવાના પ્રકાશમાં છરીઓ પણ ચમકી ઊઠતી અને થોડી જ વારમાં લોહીના રેલા વહેવા લાગતા.
૩
થાઈના નાનપણના દિવસોમાં તેના પ્રત્યે કોઈ માયા-મમતા દાખવતું હોય, તો તે ઘરનો હબસી ગુલામ અહમસ. ઘણી વાર તે થાઈને પોતાના ઘૂંટણ ઉપર બેસાડતો અને કંજૂસ રાજાઓની વાતો કહેતો, જેઓ ભૂગર્ભમાં પોતાના ખજાના માટે ભેાંયરાં બનાવી, તે ચણનાર કડિયા અને મજૂરોની કતલ કરાવી નાખતા ! વળી, ચાલાક ચોરો રાજાની કુંવરીઓને છેવટે કેવી રીતે પરણતા, તેની વાતો પણ તે કહેતો, તથા પિરામિડો બંધાવનાર ગણિકાઓની પણ.
નાની થાઈ અહમસને પિતાની પેઠે, માતાની પેઠે, ધાવની પેઠે, અને પાળેલા કૂતરાની પેઠે ચાહતી. દારૂના કૂજા ભરવા તે ભોંયરામાં જાય, કે મરઘાં-બતકાં પકડવા તે વાડામાં જાય, ત્યારે તે એની પાછળ પાછળ ગઈ જ હોય. ઘણી વાર રાતે ઊંઘવાને બદલે અહમસ રાડાંની પવનચક્કીઓ કે વહાણો થાઈને રમવા માટે બનાવી આપતો.
અહમસના નવા જૂના બધા માલિકોએ તેની પ્રત્યે બહુ દુર્વર્તન દાખવ્યા કર્યું હતું. તેનો એક કાન તોડી નાંખવામાં આવ્યો હતો તથા તેનું આખું શરીર રુઝાયેલા ઘાના ડાઘાઓથી છવાયેલું હતું. છતાં તેના ચહેરા ઉપર હમેશાં આનંદપૂર્ણ શાંતિ છવાયેલી જોવામાં આવતી. પોતાના અંતરાત્મામાં તે કયાંથી આશ્વાસન પ્રાપ્ત કરતો, કે હૃદયમાં શાંતિ કયાંથી ભરતો, એની વાત કોઈ તેને પૂછતું નહિ. તે બાળક જેવો નિર્દોષ અને ભોળો હતો. તે ભારે ઘરકામ કરતી વખતે પણ પોતાના ઘોઘરા અવાજે સ્તોત્રો ગાતો, જે સાંભળી થાઈ ધ્રૂજી ઊઠતી અને વિવિત્ર દિવા-સ્વપ્નો જોવા લાગતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org