________________
૧૧
પૂર્વકથા -૧
ખેલ પૂરો થતાં પ્રેક્ષકોનાં ટોળાં, સમુદ્રનાં મોજાં હેલે ચડતાં હોય તેમ, નિર્ગમ-દ્વારો તરફ ધસવા લાગ્યાં. ઍફનુશિયસ આશ્ચર્યચકિત થયેલા પોતાના સાથી ડોરિયનથી છૂટો પડી ગયો, અને પોતાની ભવિષ્યવાણી વારંવાર ઘૂરકતો, એકલો બહાર નીકળી ગયો.
એક કલાક બાદ તેણે થાઈના મકાને પહોંચી તેના દરવાજે ટકોરા માર્યા. તેણે તેને ઈશુમુખ કરવાનો મનસૂબો કર્યો હતો.
બંગડીઓથી લદાયેલી એક બુઠ્ઠી કાળી ગુલામડીએ દરવાજો ખોલ્યો અને પૂછયું, “કોનું કામ છે?”
“મારે થાઈને મળવું છે; અને એ સિવાય બીજા કોઈ કામે હું નથી આવ્યો, એનો ઈશ્વર સાક્ષી છે.”
ઑફશિયસે કીમતી ઝભ્ભો પહેર્યો હોઈ, તથા તેના અવાજમાં આજ્ઞાકારિતાનો રણકો જોઈ, ગુલામડીએ તેને અંદર પેસવા દીધો અને કહ્યું, “બાઈ સાહેબ અંદર અપ્સરાભવનમાં બિરાજે છે; ત્યાં જાઓ અને તેમને મળો !”
થાઈની પૂર્વકથા પહેલેથી જ રોમાંચક હતી : થાઈનો જન્મ સ્વતંત્ર પણ ગરીબ માતપિતાને ત્યાં થયો હતો. તેઓ મૂર્તિપૂજક હતાં. જ્યારે તે નાની બાળકી હતી, ત્યારે તેના પિતા ચંદ્ર-દરવાજા પાસે એક આરામગૃહ ચલાવતો – જેના ઘરાકો મુખ્યત્વે ખલાસીઓ હોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org