________________
૬૦
તપસ્યા અને નિગ્રહ અને થાઈ આ બધું સાંભળી બોલી ઊઠતી –“મને મહા-પ્રભુના બગીચાનાં દાડમ ખાવાનું બહુ ગમે!”
અહમસ જવાબ આપતો, “જેઓ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લે, તેઓને જ સ્વર્ગના બગીચામાં સુફળ જમવા મળે!” ,
એટલે થાઈએ અહમસને દીક્ષા માટે પોતાને લઈ જવાનો આગ્રહ કરવા માંડયો. પણ અહમસે વિચાર્યું કે, હજુ આ છોકરીને વધુ ધર્મશિક્ષણની જરૂર છે; કારણ કે, ધર્મસિદ્ધાંતોમાં દૃઢ થઈ હોય તો જ તે દીક્ષિત થઈને ધર્મસાધનામાં જોડાય.
ત્યારથી માંડીને તે થાઈને પોતાની ધર્મ-પુત્રી તરીકે ચાહવા લાગ્યો.
નાનકડી થાઈનાં સ્વાર્થી માબાપ તેના પ્રત્યે જરાય મમતા દાખવતાં નહિ, કે તેની જરાય કાળજી પણ રાખતાં નહિ. ઘરમાં તેને માટે સુવાની પથારી પણ રાખવામાં આવી નહોતી; તે પાલતુ પશુઓના તબેલામાં એક ખૂણામાં સૂઈ જતી. અહમસ રોજ રાતે છૂપી રીતે ત્યાં આવતો, અને ઘૂંટી ઉપર પગ વાળી, ટટાર બેસી, અંધારામાં થાઈનો હાથ પોતાના હાથમાં પકડતો અને પવિત્ર ધર્મશાસ્ત્રનાં રાવાક્યો ગણગણી જતો. થાઈ તો એ ગુંજારવના સંગીતથી ઊંઘી જતી તથા તેના કાનમાં પ્રવેશતા કેટલાક શબ્દોથી તેનાં આંતરચક્ષુ સમક્ષ કેટલાંય દેવી દૃશ્યોનાં સ્વપ્ન ચમકી રહેતાં.
આ જાતનો અહમસે આદરેલો થાઈનો ધર્મ-સંસ્કાર ઈસ્ટરનો તહેવાર આવ્યો ત્યાં સુધી, એટલે કે, લગભગ એક આખું વર્ષ ચાલ્યો. એ પવિત્ર સપ્તાહ દરમ્યાન, એક રાતે થાઈ પોતાની સાદડી ઉપર ઊંધી ગઈ હતી, ત્યારે તેને લાગ્યું કે, અહમરસ તેને પથારીમાંથી ઊંચકી રહ્યો છે. તેણે જાગીને જોયું તો અહમસની આંખોમાં કંઈક વિચિત્ર તેજના ઝબકારા મારી રહ્યા છે. અહમસે રોજનાં ફાટયાંતૂટયાં કપડાં નહીં, પણ એક સફેદ ભભો પહેરેલો હતો. તેણે થાઈને પોતાના જલ્પા નીચે દબાવતાં કહ્યું, “મારા પ્રાણ, મારી આંખોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org