________________
તપસ્યા અને નિગ્રહ સ્ત્રીજાતિ પ્રત્યેનો પોતાનો ભારેલો રોષ તેને પજવીને ઠાલવતો. અલબત્ત, તે હીજડો સ્ત્રીઓના ચાળા-ચેષ્ટાનું અનુકરણ કરવામાં ઉસ્તાદ હતો; અને તેથી તેણે થાઈને, જુદા જુદા ચાળા, અને ખાસ કરીને, પ્રેમકેલીની ચેષ્ટાઓ બરાબર શીખવી દીધાં.
ડોસીના છોકરાએ આપેલી એ તાલીમને કારણે થાઈ બહુ જલદીથી એક ઉત્તમ ગાયિકા-નર્તકી-અભિનેત્રી બની ગઈ.
ઍન્ટિયોક શહેરમાં આવ્યા પછી બુઠ્ઠીએ શહેરના તવંગર વેપારીઓ અને શરાફો આગળ વખાણ કરી કરીને થાઈને આગળ કરવા માંડી. તેઓ પોતાના આનંદ-પ્રમોદી વખતે થાઈને નર્તકી તરીકે આમંત્રવા લાગ્યા. પછીથી ભોજન વગેરે પરવાર્યા બાદ, તેઓ તેને નદીકિનારે ઝુંડોમાં અને મંડપોમાં વિહાર માટે લઈ જતા. આમ વિલાસ-સહગામિની તરીકે થાઈની માગ ઘણી વધી ગઈ.
એક રાતે નગરના સૌથી વધુ વિલાસી અને વૈભવી ગણાતા યુવાન લોલિયસે પ્રેમભાવમાં આવી જઈ તેને કહ્યું –
“થાઈ, મને તું તારા કેશ ઉપર શોભતી ફૂલ-વેણી રૂપ, તારા સુંદર શરીરને વીંટતા ઉત્તરીય રૂપ, અને તારા સુંદર ચરણ ઉપર ચોટી રહેતી મોજડી રૂપ કેમ બનાવી લેતી નથી? હું તારા પગ નીચે ચંપાનાર મોજડી બની રહેવા, તથા તારા કમીઝની પેઠે તારા શરીરને વીંટળાઈ રહેવા ઇચ્છું છું. મારી મીઠડી, તું ચાલ, મારે ઘેર આવીને રહે; આપણે બંને એકબીજામાં મસ્ત થઈ, આખી દુનિયાને ભૂલી જઈએ!”
અત્યાર સુધી થાઈને કોઈ એક પુરુષ પ્રત્યે પ્રેમ-પ્રીતિનો ભાવ જમ્યો જ ન હતો. આવા એકનિષ્ઠ પ્રેમની ભાષા સાંભળી તે કોઈ અનોખા ભાવાવેશમાં આવી ગઇ. તેના કપાળ ઉપર પરસેવો થઈ આવ્યો, અને તે ઘાસના રંગ જેવી લીલી પડી ગઈ. પણ પછી તરત સ્વસ્થ થઈ જઈ તેણે પેલાને ધુત્કારી કાઢયો.
પેલો જુવાન-લોલિયસ - ઘેર ગયો, પણ તેની સ્થિતિ કફોડી થઈ ગઈ. તે ખરેખર પ્રેમબાણથી ઘાયલ થયો હતો. થાઈ પણ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org