________________
નર્તકી-પ્રેમિકા
૬૯
દશા સમજતી હતી, તથા તેના તરફ પ્રગટેલા ભાવ-પ્રેમને કારણે પોતે પણ ઝૂરવા લાગી હતી, પરંતુ આ જાતની લાગણી તેને પહેલી વાર થઈ આવી હોવાથી, તેને પોતાને કંઈક અજ્ઞેય ભય લાગતો હતો.
પેલો જુવાન હવે દરરોજ થાઈને બારણે આવી, ફૂલમાળા બાંધી, નિસાસા નાંખી, પાછો પોતાને ઘેર ચાલ્યો જતો. થાઈને પણ બધા આનંદ-પ્રમોદ કારા થઈ ગયા હતા. આખો વખત તે ખિન્ન રહેતી, અને તેને ઘેરી રહેતા તવંગરોનાં ખુશામત-વચનો ઉપર તિરસ્કાર દાખવતી.
છેવટે તેણે લોલિયસનો સ્વીકાર કર્યો, અને બધું છોડી તે એને ઘેર ચાલી ગઈ. પછી તો બંને જણ બહારની દુનિયા ભૂલી, ઘરની અંદર જ એકબીજામાં લવલીન થઈને મસ્ત રહેતાં. બંને જણ આંખોમાં આંખો પરોવી એકબીજા તરફ જોઈ રહેતાં અને હૃદયના ભાવના ઊભરાને મીઠાં નર્મવાકયોમાં વહાવ્યા કરતાં. સાંજના વખતે તેઓ નદીના નિર્જન કિનારાઓએ ફરવા જતાં અને ઝાડીમાં ખોવાઈ જતાં. સવારના તેઓ ફૂલવાડીમાં ફૂલ વીણવા જતાં.
પેલી બુઢ્ઢીએ એક વખત લોલિયસને બારણે આવી, પોતાની પુત્રી થાઈને પોતાને પાછી સાંપી દેવા ધા નાંખી. લોલિયસે તેને મોટી રકમ ચૂકવીને વિદાય કરી. પણ થોડા દિવસ બાદ તે વધુ પૈસા માગતી પાછી આવી. આ વખતે લોલિયસે પોતાની લાગવગથી તેને ન્યાયાધીશો પાસે પહોંચાડી દીધી, અને તેઓએ તેના ઘણા ઘણા ગુનાઓ બદલ તેને મોતની સજા કરી : એની રૂએ તેનું શરીર જંગલી પ્રાણીઓ પાસે ફડાવી ખવરાવવામાં આવ્યું.
•
.
થાઈ લોલિયસને મુગ્ધતાની અવિચાર-દશામાં પ્રાણપણે ચાહતી. લોલિયસને તે ભાવપૂર્ણ હૃદયે વારંવાર કહ્યા કરતી તમારા સિવાય મે કોઈને ચાહ્યા નથી.”
લોલિયસ જવાબ આપતો —“તારા સમાન કોઈ સ્ત્રી છે નહિ – થવાની નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org