________________
તપસ્યા અને નિગ્રહ શરીર દુ:ખ વેઠી શકે તેમ નહોતું. તેને મોજશોખની કુમાશ વહાલી હતી; અને તે તરફ એ ઢળી હતી.
બહુ નાની ઉંમરે જ તેણે બંદર તરફના છોકરાઓને પોતાનો દેહ વેચવાનો શરૂ કર્યો. ઉપરાંતમાં એ વિભાગમાં સાંજને વખતે જે બુઢ્ઢાઓ ભટકવા નીકળતા, તેમની પાછળ જવાનું પણ તેણે શરૂ કર્યું. એ બધાથી જે આવક થતી, તેના વડે તે મધ-પોળી અને સસ્તાં ઘરેણાં ખરીદતી.
પોતાની કમાણીમાંથી કાંઈ બચાવીને ઘેર તે લાવતી નહિ; એટલે તેની મા સતત તેને મારપીટ કર્યા કરતી. ઘણી વાર તેની માના હાથમાંથી બચવા તે ખુલ્લા પગે ઘર બહાર કિલ્લાની દીવાલો તરફ ભાગી જતી અને ત્યાં બખોલોમાં જીવ-જંતુ ભેગી સંતાઈ જતી. ત્યાં બેઠી બેઠી તે, ઈર્ષાભરી આંખે, તવંગર સ્ત્રીઓને સુંદર કપડાં પહેરી, મ્યાનાઓમાં બેસી, ગુલામોથી વીંટળાઈને જતી જોયા કરતી.
એક દિવસ તેને હંમેશ કરતાં વધુ સખત માર પડયો હતો. આથી ખિન્ન થઈને, તે કિલ્લાના દરવાજા પાસે લપાઈ, નિશ્ચેષ્ટ બેઠી હતી; તેવામાં એક બુઠ્ઠી તેની પાસે ઊભી રહીને તેની સામું નિહાળી નિહાળીને જોવા લાગી. થોડી વાર ગુપચુપ તેમ કર્યા બાદ તે બોલી, “વાહ, કેવી સુંદર ફૂલ જેવી બાળકી છે! બેટી, જે બાપે તને પેદા કરી અને જે માએ તને ઉછેરીને મોટી કરી, તે બંનેને ધન્ય છે!”
થાઈ જમીન તરફ ટગર ટગર નીચે જોતી ચૂપ બેઠી રહી. તેની આંખો લાલ લાલ થઈ ગયેલી હતી અને તે રડ્યા કરતી હતી, એ ઉઘાડું દેખાતું હતું.
મારા સુંદર ગુલાબ ! તારા જેવી નાનકડી દેવીને પાળી પોષીને મોટી કરવા બદલ તારી માનું હૃદય રાજી રાજીના રેડ થતું હશે ! અને તને જોઈ જોઈને તારા પિતાનું અંતર તો આનંદથી ઉછાળા મારતું હશે, નહીં વારૂ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org