________________
ન્યારા રાહ!
૫
ગયા છે. પણ અચાનક તે તેની લાલ લાલ આંખો ઉઘાડતો અને ખબર પડતી કે તે હજી જીવતો છે.
ચોથા દિવસે સવારે હમસે બાળક જેવા નિર્દોષ અને મીઠા અવાજે પ્રભુનું સ્તોત્ર ગાયું; પછી જરા મલકાતે મુખે તે બોલી ઊઠો — “ ભગવાનના દૂતો આ આવ્યા. તેઓ મારે માટે મીઠાં ફળ અને સુંદર પીણું લાવ્યા છે. તેમની પાંખોનો ફડફડાટ શરીરને કેવી તાજગી અર્પે છે!”
અને એ પછી તરત તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું.
મૃત્યુ સમયે તેના ચહેરા ઉપર આનંદની દિવ્ય આભા છવાઈ રહી હતી. એ જોઈ એ ક્રૂસ આગળ ચોકી ભરનારા સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડાક ખ્રિસ્તી બંધુઓ સાથે આવીને વિવાંશિયસ તેનું મડદું માગી ગયા. અહમસના દેહને જૉન ધ બૅપ્ટિસ્ટના ભૂગર્ભ-કબ્રસ્તાનમાં બીજા શહીદોના અવશેષો સાથે દાટયો. ખ્રિસ્તી ધર્મસંઘે તે દિવસ અંત થિયોડોરની યાદગીરીમાં પવિત્ર માન્યો.
ત્રણ વર્ષ બાદ કૉન્સ્ટન્ટાઈન બાદશાહે ખ્રિસ્તીઓ પ્રત્યે સમભાવ દાખવવાનો હુકમ બહાર પાડયો; અને ત્યારથી માંડીને ખ્રિસ્તીઓ ઉપર થતા અત્યાચારો બંધ થયા.
૨
અહમસને રિબાવીને મારી નાંખવામાં આવ્યો, ત્યારે થાઈ અગિ યારમું વર્ષ વટાવી ગઈ હતી. શોકના કારમા આઘાતથી એકદમ તો તેનું અંતર ચિરાઈ ગયું. તેને હજુ એવી કશી ધર્મસમજ તો હતી નહિ કે, શહીદ થઈને ગલામ અહમસ તો આ લોક અને પરલોક બંને જીતી ગયો છે. તેના મનમાં તો એ બનાવથી એવી જ ગાંઠ વળતી ગઈ કે, આ દુનિયામાં સારા અને ભલા થનારને જ ભયંકર યાતના વેઠવાની આવે છે. તેથી તેને હવે સારા થવાની બીક લાગવા માંડી; કારણ કે, દુ:ખથી તે બીતી હતી – તેનું નાજુક સુંવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org