________________
#
પૂર્ણકથા – ૨
નૂર! આવ મારી મીઠડી ! તને હું દીક્ષાનાં દૈવી વસ્ત્ર પહેરાવવા લઈ જાઉં છું.”
થાઈ જરા બીની તો ખરી, પણ તેને આગળ શું થાય છે તે જોવાની ઉત્સુકતા હતી; એટલે તેણે પોતાનું માથું જમાા બહાર રાખી પોતાના બંને હાથ પોતાના મિત્રના ગળામાં ભિડાવી દીધા. હમસ હવે અંધારામાં થઈ શેરીઓમાં લગભગ દોડતો જ આગળ વધ્યો.
૧
તેઓ કેટલીય અંધારી ગલીઓ વટાવી, યહૂદીઓના લત્તાઓમાં થઈ, એક કબ્રસ્તાનને કિનારે કિનારે, ક્રૂસ ઉપર લટકાવેલાં શરીરોથી છવાયેલા એક મેદાનને ઓળંગીને આગળ વધ્યાં, ક્રૂસના હાથા ઉપર મડદાં કોચવા બેઠેલા કાગડા અને ગીધોના ફડફડાટથી થાઈ એવી તો બીની ગઈ કે, પછી બાકીના રસ્તે તેણે અહમસની છાતી સાથે દબાવી દીધેલું માં બહાર કાઢયું જ નહિ.
થોડી વારમાં થાઈને લાગ્યું કે, તેઓ ઢાળમાં નીચે ઊતરતાં જાય છે. જ્યારે તેણે આંખો ઉઘાડી, ત્યારે તેણે જોયું કે, તેઓ એક ગુફામાં આવી પહોંચ્યાં હતાં.
ગુફામાં મશાલો સળગાવી અજવાળું કરવામાં આવ્યું હતું. તેની ભીંતો ઉપર માણસોની આકૃતિઓ ચીતરવામાં આવી હતી. મશાલના કંપતા પ્રકાશમાં તે આકૃતિઓ પણ હાલતી હોય એમ લાગતું હતું. થાઈએ તે આકૃતિઓમાંથી નઝારથના જિસસની આકૃતિ ઓળખી કાઢી.
ગુફાની વચ્ચે, પાણીથી ભરેલા પથ્થરના હવાડા પાસે, જરી ભરેલો કથ્થઈ જો પહેરેલો એક વૃદ્ધ માણસ ઊભો હતો. તેના માથા ઉપર બિશપો પહેરે છે તેવો ટોપો હતો. તેના પાતળા ચહેરાને છેડે લાંબી દાઢી હતી. એ બિશપ વિવાંશિયસ પોતે હતા. સાઇરીનના દેવળના એ મુખિયા, દેશનિકાલ થયા બાદ, બકરાંના વાળનાં કપડાં વણીને આજીવિકા ચલાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org