________________
૫૭
પૂર્વકથા – ૧
વિશ્વાસીઓમાં પ્રભાવ ધરાવતા. પ્રભુની બંદગીમાં સતત નિર્જનવાસ સેવવાને કારણે અને તેમાં તેમને થતાં દર્શનો અંગેની શબ્દકથાઓ તે લોકમાં ચાલતી. એવા સંત ઍન્થની ખ્રિસ્તી સંઘના
કસોટી-કાળે, તેમના એકાંતવાસમાંથી – રણપ્રદેશના ખડક ઉપરથી અલેક્ઝાંઝયામાં ઊતરી આવ્યા અને દેવળે દેવળે ઘૂમી વળી આખા ખ્રિસ્તી સંઘમાં શ્રદ્ધા-ભકિત-વિશ્વાસ પૂરવા લાગ્યા. ભાવિક જનોમાં એવું કહેવાવા લાગ્યું કે, તે એકીસાથે ખ્રિસ્તીઓની બધી મંડળીઓમાં સદેહે હાજર રહેતા અને સૌમાં તાકાત અને શ્રાદ્ધા પૂરતા.
ખાસ કરીને ગુલામો ઉપર બહુ ક્રૂર અત્યાચારો થતા. તેઓમાંના ઘણા તો ડરી જઈને કે ત્રાસી જઈને પોતે ખ્રિસ્તી હોવાનો ઇનકાર કરતા. મોટા ભાગના બીજાઓ, તપસ્વીઓ કે લૂંટારુઓ તરીકે જીવતા રહેવાની આશાએ, રણપ્રદેશમાં નાસી જતા. પરંતુ અહમસ હંમેશની જેમ ધર્મ-મંડળીઓમાં હાજર રહેતો, કેદીઓની મુલાકાત લેતો, શહીદોને દાટતો, અને પ્રસન્નતાથી ઈશુખ્રિસ્તનો ધર્મ પાળ્યે જતો. સતઍન્થનીએ એનો આ પ્રકારનો અડગ જુસ્સો જોઈ, રણપ્રદેશમાં પોતાને સ્થાને પાછા ફરતા પહેલાં, એ કાળા ગુલામને ભેટી તેને શાંતિ-ચુંબન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org