________________
રંગમંચ ઉપર
૫૧
આજીજી કરશે, તો પોતાનાથી ના નહીં કહી શકાય એમ માની, તે માં ફેરવી ગયો અને પોતાનો હાથ તેણે જભ્ભામાં છુપાવી દીધો. પરંતુ પોલિકસેનાની સ્થિર સ્વસ્થ નજર જાણે તેને કહી રહી હતી— ડરશો નહિ! યુલિસીસ, હું તમારી મરજી પ્રમાણે મારું બલિદાન આપવા જ તૈયાર થઈ છું. પ્રિયામની પુત્રી અને હેકટરની બહેન હું કદી કોઈ પરદેશીની શય્યાભાગિની થવા કબૂલ થવાની નથી. હું દિવસના પ્રકાશને હંમેશને માટે મારા જીવનમાંથી બુઝાવવા તૈયાર છું.”
પણ એ સાંભળી, અત્યાર સુધી ધૂળમાં આળોટતી હકૂબા તરત ઊઠીને ઊભી થઈ ગઈ અને પોતાની પુત્રીને પોતાના હાથ વડે ખેંચી પોતાની છાતી સાથે સીડી દેવા લાગી. પોલિકસેનાએ ધીમેથી પણ મક્કમતાથી તેના ઘરડા નબળા હાથ ખસેડી નાખ્યા અને તેને જાણે કહ્યું —
6C
“મા, તમે અત્યારે ગુલામ છો; તમારો માલિક તમારા ઉપર ગુસ્સે થઈ, ના ના કહેતાં રહેશેા અને,તમારા હાથમાંથી મને ખેંચી જશે. તેના કરતાં તમે તમારો કરચલી પડેલો વૃદ્ધ હાથ છેવટના ભેટી લેવા મને વીંટાળો અને તમારા ખાડા પડેલા ગાલ આખરી ચુંબન માટે મારા મુખ પાસે લાવો.’
55
થાઈનો ચહેરો આવા કારમા શોકના ઘેરા અભિનય વખતે વિશેષ આકર્ષક બની રહ્યો હતો. બધા પ્રેક્ષકો, જીવનની ઊંડામાં ઊંડી લાગણીઓ આટલી અલૌકિક રીતે તાદૃશ કરી આપવા બદલ, તેના પ્રત્યે આભારના ઉમળકાથી ભાવવશ બની ગળગળા થઈ ગયા.
પછી ખેલ પૂર્ણાહુતિ તરફ વળ્યો:– હકૂબા મરી ગઈ હોય તેમ જમીન ઉપર ભાંગી પડી; યુલિસીસ પોલિકસેનાને ચિતા તરફ દોરી ગયો; મૃત્યુ-સ્તોત્ર ગવાવા લાગ્યું; ચિતાની ટોચ ઉપર ઍકિલીઝના પુત્રે સોનાના પ્યાલામાંથી ઍકિલીઝના પ્રેતાત્માને આહુતિ અર્પે. પછી જ્યારે બિલદાન અર્પનારા પુરોહિતો હાથ લાંબા કરી પોલિકસેનાને પકડવા ગયા, ત્યારે તેણે નિશાની કરીને જણાવ્યું કે, ‘મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org