________________
૫૦
તપસ્યા અને નિગ્રહ
એ બધા કઠોર ગ્રીક નાયકોના હાથ ચૂમી તેમને આજીજી કરવા લાગી. પણ તેઓએ એ ડોસીને અભિનયથી સમજાવી કે, ‘એમ તો અમારી ઘણી માતાઓએ પોતાનાં સંતાન ગુમાવ્યાં છે; તું પણ, વધુ પંચાત કે કલ્પાંત કર્યા વિના, તારી પુત્રી અમને સોંપી દે.’
એશિયાના સમૃદ્ધ નગરની એક વખતની મહારાણી અને અત્યારે ગુલામ બનેલી હકૂબાએ પોતાનું માથું ધૂળમાં રગદોળવા માંડયું.
પણ તે જ ઘડીએ આગળના તંબૂઓમાંથી એકનો પડદો ઊંચો થયો અને કુમારિકા પોલિકસેનાએ દેખા દીધી. સૌ પ્રેક્ષકોમાં એ જોઈ આનંદની એક લહરી પસાર થઈ ગઈ; તે થાઈ હતી!
પછી તો એના એ અભિનયને બિરદાવતો પ્રેક્ષકોનો અભિનંદનગુંજારવ ઊઠયો. પૅનુશિયસ થાઈનું અભિનય-સૌંદર્ય જોઈને, બંને હાથે પોતાની ઊછળતી છાતી દબાવી રાખી, નિસાસો નાખતો એટલું જ બોલી શકયો – “ ભલા ભગવાન, તારાં સર્જનોમાંથી એકાદને તું આટલી મોટી મહાશક્તિ શા માટે બક્ષે છે?”
<<
પણ તેનો સાથી ડોરિયન ત્યારે અક્ષુબ્ધ જ હતો. તેણે કહ્યું, આ સ્ત્રીના શરીરની માટીમાં જે પરમાણુઓ થોડા સમય માટે એકઠાં થયાં છે, તેથી આંખોને મોહિત કરે એવો દેખાવ ઘડાયો છે, એ વાત ખરી છે. પરંતુ એ તો કેવળ અકસ્માત છે; તે પરમાણુઓ પોતે કેવી આકૃતિ સરજી રહ્યાં છે, એ કંઈ જાણતાં હોતાં નથી.”
હકૂબા હવે પોતાની પુત્રીને, તેનાં આંસુ, તેનું સૌંદર્ય અને તેનું યૌવન વાપરીને પણ, યુલિસીસને પલાળવાનો પ્રયત્ન કરવાનું જણાવવા લાગી.
(થાઈ) પોલિકસેના હવે એક પગલું ચાલીને તેના તંબૂની બહાર આવી. પરંતુ એ પગલું – એની એ ચાલની મનોહરતા જોઈ, આખા પ્રેક્ષકવર્ગનાં હૃદયો પરાભૂત થઈ ગયાં.
યુલિસીસ જેવો યુલિસીસ પણ તેના સૌંદર્યથી એટલો બધો અભિભૂત થઈ ગયો કે, પોલિકસેના જો પોતાના હાથ ઉપર ચુંબન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org