________________
૪૬
તપસ્યા અને નિગ્રહ હતો, પણ બહુ ભવ્ય રીતે સજાવેલો હતો. તેની વચ્ચે એક ચિતા જેવું ખડકેલ હતું અને તેની આસપાસ લશ્કરી પડાવનો દેખાવ હતો. તંબુઓ સમક્ષ ભાલાઓને ઝૂડીબંધ ખડા કરવામાં આવ્યા હતા, અને શંભો ઉપર સોનેરી ઢાલો લટકાવેલી હતી. આસપાસ વૃક્ષોની ડાળીઓ વડે વનનો દેખાવ સજાવ્યો હતો.
રંગમંચ ઉપર તો ચુપકીદી હતી; પણ પ્રેક્ષકોના ટોળામાંથી ઊભો થતો મેઘ-ધ્વનિ જેવા ગણગણાટનો ઘેરો રવ ચોમેરથી ઊઠી રહ્યો હતો. બધાનાં મુખ રંગમંચ તરફ મંડાયેલાં હતાં. સ્ત્રીઓ હસતી હતી તથા શરબતી લીંબુ ચૂસ્યા કરતી હતી; અને થિયેટરના રોજના રસિયાઓ એકબીજાને પોતાની બેઠકથી સંબોધીને રાજી થતા હતા.
ઍફનુશિયસના જોડીદારે હવે તેની સાથે વાતો કરવા માંડી – “પહેલાંના વખતમાં નટો મહોરાં પહેરી, મહાકવિઓની છંદોબદ્ધ વાણી લલકારતા. હવે તો તેઓ નાટકમાં કશું બોલતા નથી, પણ મૂંગો અભિનય જ કરે છે. પહેલાંનાં નાટકોના એ શબ્દો ખરેખર ભાવુક અને સહૃદય માણસ જ માણી શકતો; હવે તો ગમે તેવો જંગલી પણ સમજી શકે એવાં કેવળ અંગભંગી અને અભિનય જ બાકી રહ્યાં છે! આથેન્સના પહેલાંના લોકો અત્યારની આપણી રંગભૂમિ જુએ, તો રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ સ્ત્રીને આવતી જોઈને, આપણા વિશે શું ધારે? કોઈ સ્ત્રીએ જાહેરમાં ખુલ્લે મોંએ આમ રંગભૂમિ ઉપર આવવું, એ છેક જ અશિષ્ટ વસ્તુ છે. એ વસ્તુ સહન કરી લેનારા આપણે અત્યારે કેટલી અધોગતિ પામ્યા છીએ, વારુ? મારું નામ ડોરિયન જેટલું સારું છે, તેટલી જ એ વાત પણ સાચી છે કે, સ્ત્રી તો પુરુષની કુદરતી દુશ્મન છે, અને માનવજાતના કલંકરૂપ છે; તેને આમ ખેલાવીને જોવી – અરેરે!”
તું સાચું કહે છે, ભાઈ,” પેફનુશિયસે જવાબ આપ્યો; “સ્ત્રી આપણને સુખ આપવાનો દેખાવ કરીને જ આપણા જ્ઞાન-વિજ્ઞાનનો નાશ કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org