________________
* તપસ્યા અને નિગ્રહ મૂર્ખાઈ તેને સમજાઈ ગઈ અને પોતે દરિયો ખેડવાનું માંડી વાળી ઈશુ-શરણે ગયો!
આવા આવા વિચારોમાં, પાસે પડેલા દોરડાના એક વીંટા ઉપર તે થાકીને બેઠો, અને બેઠો બેઠો ત્યાં જ ઊંઘી ગયો.
સ્વપ્ન બંદરના ધક્કા ઉપર દોરડાંના વીંટા ઉપર બેઠાં બેઠાં જ ઊંઘવા માંડેલા ઍફનુશિયસે એક સ્વપ્ન જોયું : દુંદુભિ ગગડી રહ્યાં હતાં ભેરી વાગી રહી હતી, અને આખું આકાશ રક્તવણું બની ગયું હતું. એ પરથી તે સમજી ગયો કે, કયામતનો દિવસ પાસે આવી પહોંચ્યાની એ નિશાનીઓ હતી.
તરત જ તેણે ઈશ્વરની પ્રાર્થના કરવા માંડી. એવામાં એક વિરાટકાય રાક્ષસી આકૃતિને તેણે પોતાના તરફ ધસી આવતી જોઈ. તે આકૃતિને તેણે તરત ઓળખી કાઢી – તે સિલસિલીનું ફિક્સ હતું!
ફિકસે આવી તેને પોતાની રાક્ષસી દૃષ્ટાઓથી ઉપાડ્યો અને પહાડો, નદીઓ અને દેશો ઓળંગી, છેવટે એક વેરાન પ્રદેશમાં એક કરાડ ઉપર લાવીને મૂક્યો. એ આખો પ્રદેશ ઘૂરકતા ખડકો અને બળબળતા અંગારાઓથી છવાયેલો હતો; જમીન ઘણી જગાઓએ ચિરાઈ ગયેલી હતી; અને એ તરાડોમાંથી ધીકતી હવા બહાર ભભૂકતી હતી. ફિકસે પૈફનુશિયસને સંબોધીને કહ્યું –“નીચે જો!”
ઍફનુશિયસે કરાડ ઉપરથી નીચે દેખાતી ખાઈમાં જોયું, તો અગ્નિની એક નદી બે કાળા પહાડો વચ્ચે થઈને ઊંડે ઊંડે વહેતી જતી હતી. ત્યાં ભૂખરા પ્રકાશમાં નરકનાં મલિન સત્ત્વો પાપીઓના જીવાત્માઓને પીડતાં હતાં. એ જીવાત્માઓ શરીરધારી દશાનાં પોતાનાં શરીરોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www