________________
“કામદેવ સાથે બાકરી ન બાંધીશ!” ૪૧ જ લાગતી હતી; અને ત્યારની ઘડીથી નિસિયાસ તેને માટે એક શાપિત વ્યક્તિ બની રહ્યો.
હવે તો થાઈને આ બધા ગેર-ધર્મીઓના હાથમાંથી છોડાવવા ઑફનુશિયસ વિશેષ અધીરો થઈ ગયો.
પરંતુ થાઈના ઘરમાં પ્રવેશવા માટે દિવસનો તડકો દૂર થાય તેની રાહ જોવાની જરૂર હતી; અને હજુ તો હમણાં જ પ્રાત:કાળ પૂરો થવા આવ્યો હતો. એટલે, વખત કાઢવા, લોકોના અવરજવરવાળી શેરીઓમાં ઍફનુશિયસે ભટકવા માંડ્યું.
એ દિવસે તેણે ઉપવાસ કરવાનું જ નક્કી કર્યું હતું, જેથી ઈશ્વર પાસે યાચેલી કૃપાઓ માટે પોતે વધુ લાયક બને. કોઈ દેવળમાં તો તેને જવાનું હતું નહિ, કારણ કે, પૂર્વના સમ્રાટના ટેકાથી અહીંના વિદ્રોહીઓએ અલેક્ઝાંડ્રિયાના ખ્રિસ્તી ધર્મતંત્રને ઉજાડી નાંખ્યું હતું.*
ફરતાં ફરતાં પંફનુશિયસ હવે બંદરના ધક્કા ઉપર આવી પહોંચ્યો. કેટલાંય વહાણો બંદરમાં લાંગરેલાં હતાં, અને તેમની પાર ભૂરા અને રૂપેરી રંગે ઓપતો સમુદ્ર પથરાયેલો હતો. ચાંચ ઉપર જલપરીની આકૃતિવાળું એક વહાણ તે વખતે જ લંગર ઉપાડી, દરિયા તરફ ચાલતું થયું; તે જોઈ ઍફશિયસને યાદ આવ્યું કે, પોતે પણ એક વખત આમ દરિયો ખેડી પરદેશ જવાનો વિચાર કરતો હતો. આવી જ કોઈ જલપરી તેને પણ પરદેશ ઉપાડી ગઈ હોત. એટલે, તેણે પરમાત્માનો આભાર માન્યો કે, વખતસર પોતાની
* ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થવા લાગતાં ઈશુના દેવત્વ વગેરે અંગે ખ્રિસ્તીઓમાં જ તીવ્ર મતભેદ ઊભા થવા લાગ્યા હતા. તેઓ પરસ્પર એકબીજાને નાસ્તિક કહેતા અને એકબીજાનું દમન કરવાની તક સાધી લેતા. રોમન ચર્ચ સંતોની અને ખાસ કરીને ઈશુની માતા મેરીની મૂર્તિની પૂજાને ઉત્તેજન આપવું; ત્યારે ગ્રીક ચર્ચ તેનો સખત વિરોધ કરતું અને તે પૂજા કરનારાઓને નાસ્તિક ગણી કાઢતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org