________________
૩૮
તપસ્યા અને નિગ્રહ
કુપ્પી આપ. સાથે એક હજાર રૂપૈયા ભરેલો વાટવો પણ આપ. આપણી જૂની મિત્રતાની યાદગીરીમાં તથા ઈશ્વર-પ્રીત્યર્થે આટલાં વાનાં તારી પાસે હું માગું છું.
“અને નિસિયાસ, એ બધું લઈ, હું કશું અપકૃત્ય કરવા જાઉં છું, એમ પણ માની ન લઈશ. તારા એ જણ્ણાનો, થેલીનો અને સેંડલનો બહુ પવિત્ર-ધાર્મિક ઉપયોગ જ હું કરવાનો છું.”
G
“ કામદેવ સાથે માકરી ન બાંધીશ! '
પૅનુશિયસે કરેલી માગણીના જવાબમાં નિસિયાસે તરત તેની પેલી બે સ્વરૂપવતી દાસીઓને પોતાનો સારામાં સારો જરી ભરેલો જો લઈ આવવા ફરમાવ્યું. પેલી બે જણીઓ એક મહામૂલો જભ્ભો લઈ આવી, તથા પહેરાવવા માટે તેને ખુલ્લો કરી, પેફનુશિયસ પોતાનો જૂનો જમાો ઉતારી કાઢે, તેની રાહ જોઈને ઊભી રહી. પણ પૅનુશિયસે તે જમાો પોતાના જૂના જન્મા ઉપર જ પોતાને પહેરાવી દેવા તેમને જણાવ્યું. એ રીતે બે જણ્ણા ઓઢેલા એ સાધુનો જે દેખાવ થયો, તે જોઈ પેલી દાસીઓ ખડખડાટ હસવા લાગી. તેઓ ગુલામ-દાસીઓ હતી, પણ મહાસુંદર રૂપગર્વિતાઓ હોઈ, પુરષોથી બીતી-છપાતી ન હતી. પૅનુશિયસ ભગવાનને યાદ કરતો કરતો, તેમનાથી આડું જોઈ રહ્યો. પછી તેણે સોનેરી સૅન્ડલના પટા પગે તાણી બાંધ્યા, તથા પેલી રૂપૈયા ભરેલી થેલી કમરપટે લટકાવી દીધી.
નિસિયાસ આ બધું હસતે મોંએ જોઈ રહ્યો હતો. પૅનુશિયસે તેને ફરીથી ખાતરી આપવા માંડી કે, તે આ બધાનો કશો દુરુપયોગ નથી કરવાનો, પરંતુ ધર્માર્થ સદુપયોગ જ કરવાનો છે. ત્યારે તેણે જવાબમાં કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org