________________
તપસ્યા અને નિગ્રહ
નિસિયાસે હવે સુગંધિત કુરતું પહેરી લીધું હતું; તેણે કહ્યું, વહાલા મિત્ર પૅનુશિયસ, તું અણઘડપણે ફાવે તેમ જોડી કાઢેલા અને ખાલી ગણગણાટ જેટલા મૂલ્યના શબ્દો રટીને મને ચકિત કરવા માગે છે કે શું? તું ભૂલી ગયો કે, હું પોતે જ એક ફિલસૂફ છું! એમિલિયસ, પોફિરી અને પ્લેટો જેવા મહારથીઓની સર્વોત્તમ કૃતિઓ પણ મને સંતોષ નથી આપી શકી; તો પછી એમિલિયસ જેવાના પોશાકમાંથી અજ્ઞાન લોકોએ ફાડી લીધેલાં થોડાંક ચીંથરાં જેવા તારા ખ્રિસ્તી તત્ત્વસિદ્ધાંતો મને સંતોષ આપી શકશે શું? ઋષિઓએ ઊભા કરેલા કહેવાતા તે તત્ત્વસિદ્ધાંતો, માનવોની નાદાન બાલિશતાને પંપાળવા કલ્પી કાઢેલી તોતાકહાણીઓ છે. અને જેમ ઘેટા-સસલાની કે ચકલા-ચકલીની વાતોથી બાળકો આનંદ પામે, તેમ એ વાતોથી તેઓનું મનોરંજન થાય છે.”
૩૬
66
આટલું કહીને પછી પોતાના મહેમાનનો હાથ પકડી, તે તેને પોતાના પુસ્તક-ભંડારમાં લઈ ગયો,જ્યાં જુદી જુદી કરંડિકાઓમાં પેપીરી-પત્રો ઉપર લખેલાં પુસ્તકોના વીંટા ઉપર વીંટા ગોઠવેલા હતા.
પોતાનો એ મોટો ગ્રંથભંડાર બતાવીને નિસિયાસે પૅનુશિયસને કહ્યું, “ફિલસૂફીએ આ વિશ્વની ઉત્પત્તિ અને સ્વરૂપ વગેરે સમજાવવા જે કંઈ વિવિધ દર્શનો રચ્યાં છે, તેનો આ તો બહુ અલ્પ હિસ્સો છે. એ જાતનું બધું સાહિત્ય તો ધનસંપત્તિથી છલકાતા સેરાપિસના મહામંદિરના ગ્રંથભંડારમાં પણ સંઘરી ન શકાય. જોકે, એ બધું છેવટે માંદા માણસોએ કરેલા કલ્પનાવિહાર તુલ્ય છે, એટલું સમજી રાખ.
""
પછી તેણે પોતાના મહેમાનને હાથીદાંતની એક ખુરશીમાં ત્યાં જ બેસાડયો. પૅનુશિયસ કાળું-અંધાર મે કરી, એ બધાં પુસ્તકો તરફ જોઈ ઘૂરકવા લાગ્યો. છેવટે તે બોલ્યો—“આ બધું બાળી નાંખવું જોઈએ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org