________________
નિસિયાસ
૩૫ “ઓહો! મારો સહ-પાઠી પેફનુશિયસ! મેં તને કેવો ઓળખી કાઢયો? જોકે, તારો દેખાવ માણસ કરતાં જંગલી જાનવર જેવો વધુ છે! આપણે વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને ફિલસૂફી સાથે ભણતા હતા. તે વખતે પણ તું ગમગીન અને ઉદ્દામ પ્રકૃતિનો તો હતો જ; પરંતુ તારા અંતરની સંપૂર્ણ નિખાલસતાથી હું તારા પ્રત્યે આકર્ષાયો હતો. ત્યારે તને તારા પૈસા કે જીવનની કશી પરવા જ ન હતી; બધું મોકળે હાથે તું વેડફી રહ્યો હતો. તેમ છતાં તારામાં વિભૂતિમાન માણસનું ધૂનીપણું હતું, અને તેથી તારી વિચિત્રતાઓમાં પણ મને ઊંડો રસ હતો.
દસ દસ વર્ષની ગેરહાજરી બાદ, તું રણપ્રદેશનો વસવાટ તથા બધા ખ્રિસ્તી વહેમો છોડીને પાછો અમારી વચ્ચે તથા તારા જૂના જીવન-વ્યવહારમાં પાછો પ્રવેશે છે, એ ઉજજ્વળ દિવસની યાદગીરીમાં હું એક સફેદ પથ્થર ઊભો કરાવીશ.”
આટલું ઑફ શિયસને કહ્યા પછી, તેણે પોતાની બે ગુલામડીઓને કહ્યું, “જુઓ, તમે મારા આ પ્રિય મહેમાનના હાથ, પગ અને દાઢી સ્વચ્છ તથા સુવાસિત કરો.”
પેલી બે સુંદરીઓ હસતી હસતી એક જળકુંડી, અત્તરની કુપ્પીઓ તથા ધાતુનો અરીસો લઈ આવી. પરંતુ ઑફનુશિયસે સર્વસત્તાધીશની અદાથી તેમને દૂર રહેવા કહ્યું તથા પોતાની આંખો નીચી કરી દીધી, જેથી તેઓનું નગ્ન દેહ-સૌંદર્ય પોતાની નજરે ન પડે.
તેણે હવે નિસિયાસને સંબોધીને કહ્યું, “તે કહ્યું તેમ હું ખ્રિસ્તી વહેમોને ત્યાગીને અહીં પાછો નથી આવ્યો. ખ્રિસ્તી સિદ્ધાંત તો પરમ સત્યોનું પરમ સત્ય છે. પરમાત્માએ પોતાના શબ્દથી આ બધું ઉત્પન્ન કર્યું છે; અને પરમાત્મા વિના કશું ઉત્પન્ન થઈ શકતું નથી. એમનામાં જ જીવન-સવ રહેલું છે; અને એ જીવન-સત્ત્વથી જ માનવ અંતર પ્રકાશિત થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org