________________
કાસનો ટિોલિસ
૩૧
પૅનુશિયસ આમ તો પોતાના ધર્મસિદ્ધાંતોનો સારો જાણકાર હતો. તેને આધારે તેણે કલ્પના કરી કે, આ બુઢ્ઢા ટિમોલિસ ઉપર હજુ ઈશ્વરની કૃપા ઊતરી નથી, એટલે તે મૂઢાત્મા હઠપૂર્વક અકલ્યાણ કરવા તરફ જ ઢળેલો છે; મુક્તિમાર્ગે પ્રયાણ શરૂ કરવાનો કૃપાદિન હજુ તેને માટે આવ્યો નથી. એવા અનધિકારીઓને સત્ય ધર્મોપદેશ આગ્રહપૂર્વક આપવા જતાં, મૂઢગ્રાહથી તેઓ પોતાના અવળ-માર્ગને વધુ હઠપૂર્વક વળગે છે, અને તેમનું ઊલટું અકલ્યાણ થાય છે. એટલે ડાહ્યા પુરુષે પોતાની પાસેના સત્યનો પ્રચાર કરવામાં સામાનો અધિકાર વિચારવા જેટલી સમજદારી દાખવવી રહી.
એટલે બુઢ્ઢા ટિમોલિસની વિદાય લઈ, એક ઊંડો નિસાસો નાખી, પૅનુશિયસ અંધારી રાત દરમ્યાન જ પોતાની પવિત્ર યાત્રાએ પાછો આગળ વધ્યો.
૩
છેવટે પૅનુશિયસ અલેકઝાન્ડ્રિયા પહોંચ્યો. નગરના સૂર્યદરવાજેથી તે શહેરમાં દાખલ થયો. પથ્થરના સુંદર બાંધકામવાળા એ દરવાજાની કમાનોની છાયામાં બેસીને કેટલાય કંગાળ દરિદ્રો વિવિધ પોકારો કે વિલાપો કરતા ભીખ માગતા હતા અથવા લીંબુ અને અંજીર વેચતા હતા.
તે આગળ ચાલ્યો; રસ્તામાં એક ચીંથરેહાલ બુઢ્ઢી અચાનક ઑફનુશિયસના ઝભ્ભાના છેડાને હાથમાં પકડી ચુંબન કરતાં બોલી –
“હે ભક્તરાજ, મને આશીર્વાદ આપો, જેથી ઈશ્વર મારા ઉપર કૃપા વરસાવે. પરલોકમાં મને ઘણાં ઘણાં સુખ મળે તેની આશાએ આ લોકમાં મેં ઘણાં ઘણાં દુ:ખ-કષ્ટ વેઠયાં છે; તમે ભગવાન પાસેથી જ આવતા લાગો છો; તમારા ચરણોની રજ સોના કરતાં પણ વધુ કીમતી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org