________________
૩૦
તપસ્યા અને નિગ્રહ પેઠે, જગતના પ્રિય-અપ્રિય પદાર્થોથી અળગો થઈ, લાભ-હાનિ કશાની ચિંતામાં પડ્યા વિના, ચૂપ તથા સ્થિર થઈને અહીં રહું છું.”
ઍફનુશિયસે એ વૃદ્ધ પુરુષની આ વાત લક્ષપૂર્વક સાંભળીને તેને જવાબ આપ્યો –
કોસના વતની હે ટિમોકિલસ, તમારી વાત છેક સમજ વિનાની છે, એમ તો હું કહી શકતો નથી. દુન્યવી પદાર્થો અને ધનસંપત્તિનો ત્યાગ કરવો, એ ખરેખર ડહાપણભર્યું છે. પરંતુ પોતાના શાશ્વત કલ્યાણની પણ અવજ્ઞા અને એમ કરી ઈશ્વરની ખફીમરજીના ભોગ બનવું, એ પણ અવિચારીપણું જ કહેવાય. મને એ વિષે તમારા અજ્ઞાનની દયા આવે છે. માટે હે ટિમોકિલસ, હું તમને સત્ય જ્ઞાનનો ઉપદેશ આપું તે તમે સાંભળો, અને ત્રિમૂર્તિ* રૂપે સમજાતે ઈશ્વર ખરેખર છે જ એવું જાણી, બાળક પોતાના પિતાની આજ્ઞા જે રીતે માને તે રીતે, તમે પણ ઈશ્વરની આજ્ઞાઓ માથે ચડાવો.” ટિમોકિલસે વચ્ચેથી જ તેને બોલતો રોકીને કહ્યું
“ભલાદમી, તારા સિદ્ધાંતો મને સંભળાવવાની ખટપટમાં ન પડીશ, તથા તારા એ મતો સાંભળી હું તેમને સ્વીકારી લઈશ એવા ભ્રમમાં ન રહીશ. બધા વાદો કે મતમતાંતરો નકામાં જ છે. એમની વાદાવાદીમાંથી મુક્ત રહેવું એ જ સુખી થવાનો માર્ગ છે. માટે તું તારે રસ્તે જા અને મારી પંચાત છોડ. હું તો એ બધી જંજાળ અને કડાકૂટ લાંબો વખત વેક્યા પછી, તેમાંથી નીકળી જઈ, હવે ભારે સુખમાં-નિરાંતમાં મહાલું છું.”
* ઈશ્વર, તેનો સુપુત્ર ઈશુ ખ્રિસ્ત, અને જીવાત્મા – એ ત્રણેનું તત્વ એક જ છે, એવો ખ્રિસ્તી ત્રિમૂર્તિનો સિદ્ધાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org