________________
કોસનો ટિમોકિલસ
૨૭
શ્યક છે -એ સત્ય ઈશ્વરે આપણને પેગંબરોને મુખે પ્રગટ કરી આપેલ છે; તથા અનેક સંત-શહીદોએ એ વાતની સાહેદી પૂરી છે. અરે, ઈશ્વરના સુપુત્રે તેનું જવલંત ઉદાહરણ આપણને પૂરું પાડયું છે; અને તેના મહા-શિષ્યો તથા મહા-પરિષદોએ તે સત્યોને પ્રમાણ્યાં છે. તે સત્યોમાં મને શ્રદ્ધા ન હોય, તો હું તો તરત સંસારી લોકોમાં પાછો ચાલ્યો જાઉં, તથા ધન પ્રાપ્ત કરી, સ્રીઓ અને દાસીઓથી વીંટળાઈ, સુરા વગેરે ઉન્માદક પીણાં તેમને હાથે રેડાવીને પીતો સુખભોગમાં ગરક થઈ જાઉં. પણ તું તો મૂરખ, કશા પ્રયોજન વિના નાહક એ બધાં સુખોથી વંચિત રહે છે. એમ કરવામાં આખરે તારો હેતુ શો છે, એ તો કહે!”
૫
કાસના ટિમલિસ
ૉનુશિયસે આકળા થઈ, તુંકારે ચડીને પૂછેલા પ્રશ્નના જવાબમાં પેલા વૃદ્ધ તપસ્વીએ સ્વસ્થતાથી કહ્યું —
“હે ભાઈ, હું બોલું કે ચૂપ રહું એ બંને વાનાં મારે માટે તો સરખાં જ છે; છતાં હું આ પ્રમાણેનું જીવન સ્વીકારવાનાં મારાં કારણો તને જણાવી દઉં. સામેથી હું તને તારાં કારણો પૂછવાનો નથી; કારણ કે, મને તારામાં લેશમાત્ર રસ નથી. તું સુખી થાય કે દુ:ખી, અથવા તું એક જાતનો વિચાર ધરાવે કે બીજી જાતનો, એનો મને શું ઉચાટ ! ઉપરાંત, મારે તને શા માટે ચાહવો પણ જોઈએ કે ધિક્કારવો પણ જોઈએ? ડાહ્યો પુરુષ રાગ અને દ્વેષ બંનેથી દુર રહે છે. પણ તેં મને પૂછયું જ છે, તો સાંભળ :—
“મારું નામ ટિમોલિસ છે. કૉસ મુકામે વેપારધંધાથી તવંગર બનેલાં માતાપિતાને ત્યાં હું જન્મ્યો હતો. મારા પિતાની માલિકીનાં ઘણાં વહાણો દેશદેશાવર ખેડતાં હતાં. મારે બે ભાઈઓ હતા, તેઓય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International